નાની કડીની એમ. એન. પટેલ પ્રા. શાળામાં નવા વર્ષનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું

નાનીકડી વિસ્તારમાં આવેલી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં નવા વર્ષને વિવિધ સંદેશાઓ સાથે ઉજવીને ભારતીય સંસ્કૃતિ નું આદર્શ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. નવા વર્ષને લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉજવી રહ્યા છે ત્યારે નાની કડીની પ્રાથમિક શાળામાં શાળાને આચાર્ય ખોડાભાઈ પટેલ દ્વારા શાળામાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રંગીલા મદારીના વેશમાં ઉજવવામાં આવ્યું જેમાં પર્યાવરણ બચાવો, સ્વચ્છતા અપનાવો, બેટી બચાવો-બેટી પઢાઓ, અબોલા જીવો પ્રત્યે જીવદયા, વ્યસન મુક્તિ, ફેશન છોડો, વસ્તી વધારો અટકાવો, મોંઘવારી, શિક્ષણ જાગૃતિ, જળબચાવો, વડીલ વંદના, માતા-પિતાની સેવા વગેરે વિષયો પર લોકજાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી નવા વર્ષની ઉજવણી અને વધામણાં કરવામાં આવ્યા જેમાં નાનીકડી ગ્રામપંચાયતના સરપંચ પતિ ગુણવંતભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. નવા વર્ષના વધામણાંમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ખોડાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.