તબલાવાદક સ્વ.ધનંજયભાઈ શાહનું દુઃખદ અવસાન : રાજપીપળાના સંગીતકારોની શ્રદ્ધાંજલિ

રાજપીપળાના સારા તબલા વાદક અને સંગીતકાર એવા ધનંજયભાઈ શાહ નું દુઃખદ અવસાન થી રાજપીપળા સંગીત અને કલા પ્રેમીઓ ઘેરા શોકની લાગણી જન્મી છે રાજપીપળાના સંગીતકારો એ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. બોલીવુડ મ્યુઝીક ડાયરેક્ટર અને રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમાર ધનજયભાઈ શાહ નું દુઃખદ નિધન બદલ શોક પ્રગટ કરતાં જણાવ્યું હતું કે માણસાઈ અને કળાને જાણનાર એવા નિખાલસ પ્રેમાળ અને સૌને પ્રીય એવા ધનંજયભાઈ જેને સૌ પ્રેમ થી ડી કે કહી ને બોલાવતા એવા રાજપીપળાના ઉત્તમ અને એકમાત્ર તબલા વાદક નું સ્વર્ગ વાસ થયું એ જાણીને અપાર આઘાત લાગ્યો છે.મારા જીવનની દોરી ને હંમેશા એક ભાઈ, મિત્ર, માર્ગદર્શક તરીકે સાથ આપ્યો એવા ધનંજયભાઈને હું સમસ્ત બોલિવૂડ તરફ થી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મારા શરૂઆત ના સમય માં જ્યારે મારી આર્થિક પરિસ્થિતિ સારી નહોતી ત્યારે મને હમેશા એક મિત્ર અને માર્ગદર્શક સ્વરૂપે સહકાર આપી આજે હું જે જગ્યા એ છું ત્યાં સુધી પહોંચવામાં મદદ કરવા માટે એ હંમેશા મારા હ્રદય માં જીવંત રહેશે. રાજપીપલાની જનતા એ એક સારા તબલા વાદક સાથે એક સંગીત નો અધ્યાય ગુમાવ્યો એમ લાગે છે. રાજપીપલાની જનતા પાસે એવી અપેક્ષા રાખું કે ધનંજયના નામ સાથે રાજપીપળા ની કોઈ જગ્યા નું નામ જોડાય જેથી આવનાર પેઢી હંમેશા આવા ઉત્તમ વ્યક્તિત્વ અને ઉમદા કલાકારને જીવન ભર યાદ રાખે. એમ જણાવ્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)