બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા ડાંગ દ્વારા વુમન્સ ટેલેરીંગ સર્ટિફિકેટ એનાયત

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા ત્રીસ દિવસીય વુમન્સ ટેલેરીંગ તાલીમ નું આયોજન તા. ૯/૧૨/૨૦૧૯ થી ૭/૦૧/૨૦૨૦ દરમિયાન કરવામાં આવેલ હતું આ ત્રીસ દિવસીય તાલીમ કાર્યક્રમના પૂર્ણાહુતિ પ્રસંગે માન.એલડી. એમ. શ્રી રાજુભાઈ પટેલ, બરોડા આરસેટી ડાઇરેક્ટરશ્રી વિષ્ણુભાઈ પટેલ, ડીઆરડીએ(એપીઓ) જલ્પા બેન, એન.આર.એલ.એમ (એપીએ) શ્રીમતી દિપીકા બેન તથા આરસેટી સ્ટાફ હાજર રહ્યો હતો. તાલીમાર્થી બહેનો દ્વારા સ્વાગત નૃત્ય રજુ કરવામાં આવ્યુ ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા બહેનોને તાલીમમાં મેળવેલ કૌશલ્યનો ઉપયોગ કરી આજીવિકા મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી આવી વિવિધ પ્રકારની નિ:શુલ્ક તાલીમનો લાભ લેવા ડાંગના બેરોજગાર યુવક યુવતીઓને સંસ્થાનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.