ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આમથવા ગામે આંગણવાડી કેન્દ્ર જર્જરીત અવસ્થામાં….

સુબીર તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ આમથવા ગામે હજૂ પણ નાના ભુલકાવો જર્જરીત આંગણવાડી કેન્દ્ર પર ભણવા મજબૂર બન્યા છે એક બાજુ સરકાર લાખોના ખર્ચે નવા નવા મકાનોનુ નવિનીકરણ કરી રહી છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ની બોડરે આવેલ આમથવા ગામે હજુ પણ બાળકો આંગણવાડી કેન્દ્ર પર ગામના લોકો પોતાના બાળકોને જીવના જોખમે ભણાવવા મજબૂર બન્યા છે જે એટલી હદે ખરાબ થઇ ગયુ છે છતાં સરકારી તંત્ર જાણે ફક્ત કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ એની રાહ જોઇ રહ્યુ હોય એવુ માલુમ પડી રહ્યું છે આ બાબતે ગામના આગેવાન સુભાષભાઇ અને ગ્રામ જનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર અને આઇ સી ડી એસ વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય જે દેખાય રહ્યું છે.
સરકાર નાના ભુલકાવોને નાની થી મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અનેક સુવિધાઓ આપી રહી છે પરંતુ ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ આમથવા ગામે જાણે બાળકો હજુ પણ 1980 ની જીવનશૈલીમાં જીવી રહ્યા છે છતાં સરકારી તંત્ર એ બાબતે કેમ ધ્યાન નથી આપતુ જયા એક બાજુ ગુજરાત અને ડાંગ પ્રગતિ કરી રહીયુ છે અને બીજી બાજુ સુબીર તાલુકાના ધણી એવી આંગણવાડી કેન્દ્રો છે જયા સરકારી તંત્ર આંખ આડા કાન કરી રહી છે જેમાં ઉતમ નમુનો આમથવા ગામે છે આ બાબતે વહેલી તકે તંત્ર જાગે અને કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ એ પહેલાં સરકારી તંત્ર જાગે એ જરૂરી બન્યુ છે અને એજ પ્રજાની માંગ છે.