દિયોદર મામલતદારને લાંચ લેવી ભારે પડી… રૂ.25 હજારમાં ભરાયા

દિયોદર મામલતદાર પોતાના ડ્રાઇવર મારફત લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ જતા દિયોદર માંખળભળાટ મચી ગયો છે. નાગરિક પાસેથી 25,000ની લાંચ લીધા બાદ ઓફીસમાંથી નાણાં મળી આવતા બંને આરોપીની પુછપરછ માટે પાલનપુર એસીબી રેસ્ટહાઉસ લઇ ગઇ છે. ખનન માફીયાઓના રેતી ભરેલા ડમ્પર ઝડપવા નહિના સોદા પેટે હપ્તા સ્વરૂપે લાંચ લેતા મામલતદાર પંચાલ આબાદ ઝડપાઇ જતા સમગ્ર બનાસકાંઠા જીલ્લાના વહીવટી આલમમાં તરખાટ મચી ગયો છે. બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકા મામલતદાર પી.એસ.પંચાલ એસીબીની ટ્રેપમાં આવ્યા છે. મામલતદાર વતી ડ્રાઇવરને લાંચ લેતા પાલનપુર એસીબીએ ટ્રેપ ગોઠવી ઝડપી પાડતા હડકંપ મચી ગયો છે.
કાંકરેજ પંથકમાં રેતીચોરી બેફામ હોઇ ડમ્પર ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી નહિ કરવા મામલતદારે લાંચની માંગ કરી હતી. જેના હપ્તા પેટે રૂ.25,000ની રકમ સ્વિકારવાની વાત થઇ હતી. જેમાં નાગરિક લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી પાલનપુર એસીબીનો સંપર્ક કરી વિગતો જણાવી હતી.સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુર એસીબીએ ગોઠવેલી ટ્રેપમાં દિયોદર મામલતદાર લાંચ લેતા ઝડપાઇ જતા વધુ પુછપરછના ભાગરૂપે રેસ્ટ હાઉસ લઇ જવાયા છે. જ્યાં મામલતદાર પંચાલ અને ડ્રાઇવરની એસીબી દ્રારા સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. લાંચની રકમ મામલતદારની ઓફીસમાંથી મળી આવી હોવાથી આરોપીઓને બચવાનો માર્ગ અત્યંત કઠિન બન્યો છે. સૌથી મોટી વાત એ છે કે, ગેરકાયદેસર રેતી ખનન સામે અગાઉ ડીસા પ્રાંત એસીબીમાં ઝડપાઇ ગયા દિયોદર મામલતદાર પણ ઝડપાયા છે.
રઘુભાઈ નાઈ (દિયોદર)