માહિતી કમિશનર કારેલિયા પત્રકારોના દુશ્મન કેમ….???

માહિતી કમિશનર કારેલિયા પત્રકારોના દુશ્મન કેમ….???
Spread the love

માહિતી ખાતુ સીધુ જ રૂપાણી સાથે સંકળાયેલું હોય… તો આ મનમાની કેમ…??

એન.આર.સી. કરતાં કપરી પરિસ્થિતિનો સામનો કરતા પત્રકારો…
ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યો પૈકી છે એકેય માય નો લાલ જે કારેલિયાનો ઈલાજ કરાવી શકે…???

આખું ગુજરાત ભ્રષ્ટાચાર નો ભોગ બની રહ્યું છે. ક્યાંક લાખોનો, તો ક્યાંક કરોડોનો, ક્યાંક ગૌચર તો ક્યાંક ભુ માફિયાનો ક્યાંક ગુંડાઓનો તો ક્યાંક પેશકદમી વાળાનો ત્રાસ… આખું ગુજરાત સંકટ, મોંઘવારી, મહામારી, બેરોજગારીથી ભટકી રહ્યો હોય, રૂપાણી સાહેબનો માસ્ટર વહીવટે તો તંત્રને મનમાની કરવા, તંત્રનો રાજકીય દુરુપયોગ કરવાની જાણે આદત પાડી દીધી છે…. એટલે તો ભ્રષ્ટાચારની ભરમાર ચાલી છે. રાજ્ય ને ભ્રષ્ટાચાર નંબર ૧,૨,૩ ની હરીફાઈ કરતો કરનારા નિષ્ફળ શાસકોની વિદાઈ નક્કી થઈ ચૂકી છે…ત્યારે “હલકું લોહી હવાલદારનું” કહેવતને સાર્થક કરવાનો પ્રયાસ રૂપાણીના જ ખાતાના કમિશનર કારેલિયા, કાઈ દૂધે ધોયેલા નથી, છતાં રાજા હરિશ્ચંદ્રનાં અવતાર બની માત્ર નાના અખબારોના દુશ્મન બની એક પછી એક ડિંડક કરી રહ્યા છે… એક્રિડેશન કાર્ડ નવા કે રીન્યુ માટે રોજેરોજ નવા ફતવા બહાર પાડી રહ્યા છે.

રાજ્યમાં આંકડામાં આંકી ન શકાય એટલો ભ્રષ્ટાચાર ચાલતો હોય,સરકાર ની કૃપાથી ભ્રષ્ટાચારીઓ અને બળાત્કારીઓ ને બચાવવા ખુલ્લા પ્રયાસો કરવામાં આવતા હોય, તેવા પ્રમાણિક રાજમાં કારેલિયાં એટલે “ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન…”

એક સમયે કાર્ડ રીન્યુ નો સમય પસાર થઈ જતાં સૌ ચિંતામાં હતા, એવામાં ઓન લાઇન અરજી કરવા ફોર્મેટ બહાર પાડ્યા.. નિયત નમુના મુજબની અરજીઓમાં નવી નવી ડિમાન્ડ રજૂ કરતાં પત્રો શરૂ થયા. સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે…. પત્રકાર એકતા સંગઠનના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ બળાપો કાઢી ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો સામે અંગુલી નિર્દેશ કરી જણાવ્યું હતું કે, પત્રકારો પાસેથી પણ લાંચ કે કટકી બટકીની અપેક્ષા અધિકારીઓ રાખતા થયા છે..તેના માટે ખોળો ખૂંદનાર પત્રકારો જ જવાબદાર છે, જે અધિકારીઓના દલ્લા બની કામ કરે છે.

ગુજરાત બિલિંગનાં ધંધાનું હબ બની ગયું છે.ટૂંકા. સમયમાં વિદેશમાં હોટેલોના માલિક બિલિંગિયા બન્યા છે. રોજની લાખો કે કરોડોની કમાણી આ ધંધાવાળા બિન્દાસ્ત રીતે કરે છે. રાજ્યના મોટા માથાઓની કૃપા અને કમિશનો ચાલે છે. આ રાજ્યમાં આવું ચાલે તો પત્રકારોને તો છાપાના કાગળનું વજન પણ લાખવાનું… સી.એ. મારફત ફોર્મેટ ભરી સહી-સિક્કા કરાવવાના… આ તો “છીંડીએ ચડયો તે ચોર”

એક શેરી કાર્યકરને નેતા બનાવવાનું કામ પ્રેસ મીડિયા કરે છે,સૌ આં બાબત જાણે છે, સૌને અખબાર અને મીડિયામાં ચમકવાનો શોખ પણ હોય છે.. પરંતુ કલમ અને કેમેરા મા કન્ડારનાર પત્રકારોને શું મુશ્કેલી છે તેની કેમ કોઈ ચિંતા કરતું નથી… કેમ કોઈ રૂપાણીને કે કારેલિયાને કહેવા કે સમજાવવા તૈયાર નથી..? ૧૮૨ ધારાસભ્યો મા જો પત્રકારો ની વ્યથા સમજવા કે ઉકેલવા સમય ન હોય તો.. ગુણગાન ગાવાની અપેક્ષા છોડી દેજો, પત્રકારોને કલમને ધારદાર બનાવી પરદા પાછળનો ઇતિહાસ પણ રજૂ કરતાં આવડે છે…

નિવૃત્ત થયેલ ફિક્સ પગારની પંકજ મોદી કમિશનર છે કે કારેલિયા એ જ નક્કી નથી થતું… અદાવતી માનસિકતાથી માત્ર નેતાઓ કામ કરે છે એવું નથી આ માહિતી ખાતાનું વલણ પણ ખૂબ અદાવતી છે. કારેલિયા સામે એ.સી.બી.ની તપાસ પણ ચાલે છે અને કોર્ટમાં પણ ફરિયાદો થઈ છે. આ સરકાર, આ માહિતી કમિશનર માટે કવિ કલાપીની પંક્તિઓ સાચી પડી રહી છે…અમરેલી જિલ્લાનાં લાઠીના કવિની કલમે લખાયેલી પંક્તિ…

“છે ગરીબના કુબામા તેલ ટીપુ દોહ્યલું, ને અમીરોની કબર ઉપર ઘી ના દીવા થાય છે..”
“જાર મુઠ્ઠી ચોરનારા દેવડીએ દંડાય છે, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે..”

“ઝૂંપડાં હટાવો, બંગલા બચાવો” લારી ગલ્લા તોડી ફોટો સેશન થાય છે, ને સરકારી જમીનોમાં બિલ્ડરોના મોટા બંગલાઓ, સોસાયટીઓ, દબાણકારો, ભૂમાફીયાઓ, ગૌચર ગળી જનારાઓનો વાળ વાકો થતો નથી..

રૂપાણી સાહેબ નાના પત્રકારોને કારેલિયાના ત્રાસમાંથી મુક્ત કરાવે અને ૧૮૨ પૈકી જેને પત્રકારોનું થોડું ઘણું પણ દાઝતું હોય તો પત્રકારોની વહારે આવે… સમસ્યાઓ સૌને આવતી હોય છે, પણ એક-બીજાનો સધિયારો બને તેને જાહેર જીવન કહેવાય… મૂંગા બેસી તમાશો જોયા કરે તે ક્યારેય કોઈના થતાં નથી… નિયત અરજી સાથે માંગેલી વિગતોની પૂર્તતા પછી પણ વારે-વારે નવી નવી વિગતો માંગનારા, જાણ્યે ઈનકમ ટેક્સના અધિકારીઓ હોય તેવો રોફ જમાવે છે..

પ્રેસ મીડિયાની હાલત ૨૫ વર્ષ પહેલાં હતી એના કરતાં આજે વિકટ બની છે. કોઈ પત્રકારો બંગલા બાંધવા માટે આ લાઈનમાં નથી આવ્યા. માત્ર પોતાના પરિવારનું ગુજરાન ચાલે, બાળકો ભણી-ગણીને પ્રગતિ કરે તે આશા એ જિંદગી પસાર કરે છે. આ કારેલિયાને ભાવનગર મહાનગરમાં કમિશનર બનાવો તો સેંકડો દબાણો, કરોડોના દબાણો હટાવી બતાવે તો સાચા… નાના પત્રકારો ઉપરનો જુલ્મ કારેલિયા બન્યા છે..અને “ખીલા ના જોરે કુદે છે” રૂપાણી સાહેબ સમજે તો સારું.. સમજે તેને સલામ…

 

Admin

Admin

9909969099
Right Click Disabled!