૧૪ વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ બાપને ફાંસીની સજા

૧૪ વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ બાપને ફાંસીની સજા
Spread the love

સુરત,
રાજ્યમાં કૂદનેભૂસકે બાળકીઓ અને મહિલાઓ પર બળાત્કારના કેસો વધતા જાય છે, ત્યારે સુરતની એક ઘટનાએ તમામનું ધ્યાન ખેચ્યું છે. આ ઘટનામાં ૧૪ વર્ષની દીકરીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા સંભળાવી છે, આ સાથે જ સમાજમાં એક દાખલો બેસાડે તેવી આ ઘટના કહી શકાય તેમ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના ડુમસ રોડ પર ગત ૩૦-૬-૨૦૧૭ના રોજ અવાવરુ જગ્યાએથી ૧૪ વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતા કસૂરવાર સાબિત થયા હતા, જેથી તેમની ઘરપકડ કરવામાં આવી હતી.

આરોપી પિતાએ પોતાની જ ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગર્ભ કોને છે તે જાણવા ડીએનએ ટેસ્ટ થયો હતો જેમાં બાળકી સાથે પિતાએ જ ૬ મહિના સુધી શારીરિક શોષણ કરીને ગર્ભવતી બનાવ્યાનું સામે આવતાં પાછળથી પોસ્કો અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી. સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં એપીપી દિંગત તેવરેની દલીલો અને પુરાવાના આધારે સેશન્સન જજ પીએસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!