સેવાસેતુ કાર્યક્રમ હેઠળ વિધવાઓને મળી સહાય – સહાયનો પત્ર મંજુર કરતા બહેનો ખુશીમાં ગદ્ગદ્ થયા

વલસાડ,
આદિજાતિની ઘનિષ્ઠત અને નોંધપાત્ર વસતિ ધરાવતા વલસાડ જિલ્લામાં મોટા ભાગની લોકો ગ્રામ્ય. વિસ્તા.રોમાં વસવાટ કરે છે. ગ્રામજનોના જીવનની ગુણવત્તા સુધારવા વિવિધ યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત છે. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્ધિ રાજય સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા માટે રાજ્યશભરમાં ચાલી રહેલા સેવાસેતુ કાર્યક્રમના ભાગરૂપે ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
ઉમરગામ તાલુકા અને આસપાસના ગામમાંથી વિધવા સહાય યોજના હેઠળ મળેલી અરજીઓ માટે સહાયના પત્રો મંજુર કરી વિધવા બહેનોને જીવન નિર્વાહ માટે સહાય પૂરી પાડવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે.
આ સેવાસેતુ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે હસીના રમઝાન શેખને વિધવા સહાયની અરજી મંજુર કરતો પત્ર ઉપસ્થિકત મહાનુભવોના હસ્તે આપવામાં આવ્યોવ હતો. ભીલાડ ગામના રહેવાસી હસીનાબેન પતિના મૃત્યુપ બાદ પુત્ર સાથે સાદું-સરળ જીવન જીવે છે. વિધવા સહાયના હેઠળ રૂપિયા-૧૨૫૦/- દર મહિને તેમના ખાતામાં જમા કરવામાં આવશે. સરકારની આ યોજનાનો આભાર માનતા તમણે જણાવ્યુંે કે, ‘આજની મોંઘવારીના સમયમાં ઘરના નાના-મોટા ખર્ચમાં સરકારની આ નાનકડી સહાય પણ મારા પરિવાર માટે ખૂબ મોટી મદદ સાબિત થશે.’
હસીના રમઝાન શેખની સાથે અન્યબ વિધવા બહેનોને પણ સહાયનો પત્ર મંજુર કરતા બહેનો ખુશીમાં ગદ્ગદ્ થયા છે. સેવાસેતુ કાર્યક્રમનો હેતુ પ્રજાના પ્રશ્નોરનો ત્વઆરિત નિકાલ. આ કાર્યક્રમ થકી જરૂરિયાતમંદ પ્રજાજનોના કામો ઝડપથી પૂર્ણ કરી સફળતા મેળવી રહ્યો છે અને સરકારની આ સુવિધાનો લાભ આસપાસના ગામના અનેક લોકોએ પોતાના ઘર આંગણે મેળવ્યો છે.