રાધે-રાધે પરીવાર ગ્રુપ દ્વારા ભોજનનુ વિતરણ

ભોજન હૈ જીવન,
આવો હમ સબ મિલકર અપને દેશ મે એક એસા નિયમ લાએ,
બચા હુઆ અચ્છા ભોજન જરૂરિયાતમંદ તક પહોંચાએ.
“ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ,
તારીખ 12/01/2020, ના રોજ સેક્ટર – 12, ખાતે આવેલ ઉમિયા માતા મંદિર હોલ માં સાંજે મોટાબાર કડવા પાટીદાર સમાજ નું સ્નેહમિલન કાર્યક્રમ હતો. તે પ્રસંગે ભોજન વધ્યુ હતું. તે સંદર્ભે અગ્રેસર પાટીદાર ખેડુતપુત્ર નો સમાજ તથા હરહંમેશ સમાજ ના આગેવાન ભાઈ-બહેનો નો વિચાર કે અન્ન નો બગાડ ના જ થવો જોઈએ તેથી તેમને એ વધેલું ભોજન ગાંધીનગર માં અનેક વિસ્તારોમાં વસવાટ તથા ગરીબ મજુરી કરતા ભુખ્યા પરીવારને આપી માનવતા નુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
સમગ્ર ભોજન નુ વિતરણ રાધે-રાધે પરીવાર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યુ હતું.