રાજકોટ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ ના સેવાકીય ઉમદા વિચારની પ્રેરણા

રાજકોટ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ ના સેવાકીય ઉમદા  વિચારની પ્રેરણા
Spread the love

રાજકોટ

ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ ના સેવાકીય ઉમદા વિચારની પ્રેરણાથી નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન. 2  મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી પ.વિભાગ દિયોરા સાહેબની આગેવાનીમાં પ્રનગર પોલીસ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ વોર્ડમાં સારવાર લઇ રહેલ કુલ- 270 જેટલી મહિલાઓને ચોખ્ખા ઘી નો સિરો. તલની લાડુડી 1 પેકેટ તથા મમરાનાં લાડૂ પેકેટ 1 નું પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું. હોસ્પિટલનાં પટાંગણમાં તથા પોપટપરા વિસ્તારમા રેલ્વે સ્ટેશન પર બાળકો વૃદ્ધો તથા જરૂરિયાતમંદોને ઉપરોક્ત આહાર તથા બાળકોને પતંગ દોરા વિતરણ કરી. તહેવારનાં દિવસે બાળ સ્મિતમાં સહભાગી થયાં. આ કામગીરીમાં સિવિલ હોસ્પિટલનાં સિક્યુરીટી ઇન્ચાર્જ રિટાયર્ડ આર.પી.આઇ. જાડેજા સાહેબ તથા તેમના સ્ટાફ તથા હોસ્પિટલ ચોકી જમાદાર રાજુભાઇ ગીડા તથા સિવિલ હોસ્પિટલનાં અધિકારીશ્રી ડે.આર.એમ.ઓ. ચાવડા સાહેબ તથા તેમના સ્ટાફે સહયોગ આપતા આભારની લાગણી વ્યક્ત કરી. નાનકડા પ્રયાસને પૂર્ણ કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!