રાજકોટ : રૈયાધાર વિસ્તારમાંથી જુગાર રમતા ઈસમોને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ
સુચના અન્વયે તા.13.1.2020 ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર જુવાનસિંહ ગોહિલ તથા રવિભાઈ ગઢવી તથા સંજયભાઇ મેતા ને મળેલી બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં રોનપની નો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
શાંતિલાલ રાઠોડ તથા શક્તિસિંહ જાડેજા તથા ચીરાગભાઇ ચંદારાણા તથા શક્તિદાન બાટી તથા કિતીરાજસિંહ વાળા તથા પ્રકાશ ચોહાણ. રહે. બધા રૈયાધાર સ્લમ ક્વાટર રાજકોટ
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર તથા બી.જી.ડાંગર તથા મહિપાલસિંહ જાડેજા તથા જુવાનસિંહ ગોહિલ તથા રવિભાઈ ગઢવી તથા દિપકભાઇ ચૌહાણ તથા અનિશભાઈ કુરેશી તથા સંજયભાઇ મેતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)