અંબાજી ખાતે વિદેશી દારૂ વેચતા બુટલેગરનો વિડિઓ થયો વાઈરલ, અંબાજી PIને સસ્પેન્ડ કરવા માંગ

અંબાજી ખાતે વિદેશી દારૂ વેચતા બુટલેગરનો વિડિઓ થયો વાઈરલ, અંબાજી PIને સસ્પેન્ડ કરવા માંગ
Spread the love

શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી ધામમાં માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે છેલ્લા કેટલા દિવસોથી આ ધામમાં વિદેશી દારૂનો ધંધો મોટા પ્રમાણમાં ફૂલ્યોફાલ્યો છે અંબાજી ખાતે ટીન્યો ઠાકોર વિદેશી દારૂ શહેરમાં ખુલ્લેઆમ બેસીને વેચે છે જે નો વિડીયો આજે વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે ટીન્યો ઠાકોર ફોન ઉપર જાહેર માર્ગ પર બેસી દારૂ ના ઓર્ડર લેછે અને તેનો ફોલ્ડર્સ દારૂની ડિલિવરી કરે છે અને રૂપિયા  ટીન્યો ઠાકોર લઈ રહ્યો છે.

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નું નામ આ ટીન્યો ઠાકોર જાહેરમાં દારૂ વેચી ને બદનામ કરી રહ્યો છે અંબાજી પોલીસની મિલીભગતથી ટીન્યો ઠાકોર જેવા બુટ કરો બુટલેગરો જાહેર માર્ગ ઉપર બેસીને દારૂ વેચી રહ્યો છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની વાત સાચી પડી છે કે ગુજરાતમાં ગુજરાતી ગામેગામ દારૂ વેચાય છે આ ટીન્યો ઠાકોર ખુલ્લેઆમ કહેતો ફરે છે કે પોલીસને હપતા આપું છું કોઈ મારો ધંધો બંધ કરાવી શકે નહીં મારી ઓળખાણ ગાંધીનગર ગૃહ ખાતા સુધી છે આ વિડીયો જોઈને બનાસકાંઠા એસપી અંબાજી પીઆઇ ને  તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે ભુજ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી આ વિડીયો જોઈને ટિન્યોઠાકોર ઉપર કાયદેસર કાર્યવાહી કરી અંબાજી પી આઇ  અગ્રાવત ને તાત્કાલિક ધોરણ સસ્પેન્ડ કરે.

Amit Patel

Amit Patel

Right Click Disabled!