બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવતી જૂનાગઢ પોલીસ : 44 લાખનો દારૂ પકડી પડ્યો

- જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા દારૂની બદી સદંતર નાબૂદ કરવા પ્રોહીબિશન બુટલેગરો ઉપર વોચ રાખી, કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ
પ્રોહીબીશનના બુટલેગરો દ્વારા તકનો લાભ લઈને ભારતીય બનાવટનો વિદેશી દારૂ શહેર જિલ્લામાં ઘુસાડવાની કોશિશ કરવામાં આવવાની હોય જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા તેમજ બુટલેગરો ઉપર વોચ રાખાવા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા એસપી સૌરભસિંઘ અને ઇન્ચાર્જ પોલીસ વડા પાર્થરાજસીંહ ગોહિલ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ગતરાત્રી દરમ્યાન જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. બી. એચ. કોરાટે ચેકિંગ કરતા ટ્રકમાં બનાવેલા કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં દારૂ છુપાવી, જૂનાગઢ ખાતે લાવી, ડેરવાણ ગામ નજીકના વિસ્તારમાં કટિંગ કરવાનો હોય જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. બી.એચ. કોરાટ, પો.સ.ઇ. કે.જે. પટેલ તથા સ્ટાફના પો.હેડ કોન્સ. નાથાભાઇ, હુસેનભાઈ તથા પો.કોન્સ. સંજયસિંહ, જૈતાભાઈ, હિતેશભાઈ, ગોવિંદભાઈ, ભરતભાઈ, ડ્રાઈવર કાનભાઇ, સહિતના પોલીસની ટીમ દ્વારા સમગ્ર ડેરવાણ ગ્રામ્ય વિસ્તાર અને હાઇવે ઉપર જુદી જુદી ટીમો દ્વારા, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા, જૂનાગઢભેસાણ રોડ ઉપર ડેર વાણ ગામ પાસેથી કન્ટેનર નંબર HR-69D-1620 મળી આવેલ, જેનો ડ્રાઈવર કે ક્લીનરને રાઉન્ડ અપ કરી, કન્ટેનરમાં તપાસ કરતા, જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ 794 બોટલ નંગ 9528 કિંમત રૂ. 44,04,000/- તથા કન્ટેનર, મોબાઈલ ફોન સહિતના કુલ કિંમત રૂ. 54,11,970/- નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે.
રેઇડ દરમિયાન કન્ટેનર ના ડ્રાઈવર ક્લીનર આરોપીઓ
(1) પ્રવીણ પ્રતાપસિંહ દહીંયાં જાટ જરોઠ તા. ખારખોદા જી. સોનીપત હરિયાણા રાજ્ય સંદીપ રામકીશન દહીંયાં . જરોઠ તા. ખારખોદા જી. સોનીપત હરિયાણા* રાજ્યને પકડી પાડી, ધરપકડ કરી, પૂછપરછ કરતા, ભારતીય બનાવટ નો વિદેશી દારૂ હરિયાણા ખાતેથી બીજેન્દ્ર અને ભુપેન્દ્ર નામના ઠેકેદારો દ્વારા મોકલવામાં આવેલ હતો અને ગુજરાતમાં જૂનાગઢના મોબાઈલ નંબર વાળનો સંપર્ક કરી, આપવાનો હોવાની કબૂલાત કરતા પકડાયેલ બને આરોપીઓ તથા મોકલનાર બીજેન્દ્ર અને ભુપેન્દ્ર તેમજ મંગાવનાર મોબાઈલ નંબર ધારક એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. બી.એચ. કોરાટ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવેલ છે.
ભારતીય બનાવટ નો માતબર રકમનો વિદેશી દારૂ કોને આપવાનો હતો અને કોણે મોકલાવેલ હતો, એ બાબતે ગુન્હાના મૂળ સુધી પહોંચવા, સઘન પૂછપરછ હાથ ધરી, આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)