માંગરોળમાં આવેલ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળાના નિભાવ માટે ગૌદાન સ્વીકારવા માટે ગૌ સ્ટોલનું આયોજન

માંગરોળમાં આવેલ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળાના નિભાવ માટે ગૌદાન સ્વીકારવા માટે ગૌ સ્ટોલનું આયોજન
Spread the love

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલ સાત સ્વરૂપની હવેલી શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા કે.જે માંગરોળ ના કામનાથ રોડ પર આવેલ છે આ ગૌ શાળા કે જ્યાં પૂ. પા.ગો. શ્રી કિશોરચંદ્ર મહારાજ ની મોટી હવેલી જુનાગઢ ના આશીર્વાદ અને પ્રેરણાથી ગૌમાતાની સેવાનું સુંદર રીતે સંચાલન થઇ રહ્યું છે ત્યારે માંગરોળ ના કોઈ પણ સેવાકાર્ય માં હમેશા અગ્રેસરજ રહેતા હોય તેવા ઉદ્યોગપતિ શ્રી મેરામણભાઈ યાદવ ના નેતૃત્વમાં દર વર્ષ ની જેમજ આ વર્ષે પણ માંગરોળ ના લીમડાચોક ખાતે આજે હિન્દુ સંસ્કૃતિમાં ઉત્તમ પર્વ તરીકે આજના દિવસની ગણના થાય છે તેમજ સમસ્ત પ્રાણી સૃષ્ટિમાં ગૌવંશને શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી જ આજના પવિત્ર અને પાવન દિવસે સમસ્ત સંસ્કૃતિ પ્રેમીઓ ગૌ સેવાના કાર્ય કરતા હોય છે ત્યારે ગૌ દાન સ્વીકારવા માટે ગૌ સ્ટોલ રાખવામાં આવ્યો હતો.

ઉત્તરાયણ પર્વને દિવસે કરેલું દાન એ અનેક ગણું ફળ આપે છે સમસ્ત ગૌ પ્રેમી સમાજની સહાયતાથી આ ગૌશાળા માટે વર્ષભર ચાલે તેટલી નિધિ એકત્ર કરવા વર્ષમાં માત્ર એકવખત જ ગૌ દાન સ્વીકારવા માટે ગૌ સ્ટોલ રાખી ને માંગરોળ ના લીમડા ચોક ખાતે ગાય માતાની સેવા માટે હાથ લંબાવવવા મા આવ્યો હતો અને ગૌ ભક્તો એ પણ ખુબજ ઉદાર હાથે ગૌ દાન કરતા જોવા મળતા હતા અને લોકો પણ આ પાવન અને પવિત્ર દિવસે ગૌ દાન કરી ખુબજ ધન્યતાઓ અનુભવી રહયા હતા.

હાલના મોંઘવારીના જમાનામાં ગૌ પાલન કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે ગૌશાળાની અપીલને માન આપીને સહાયક બનીએ અને ગૌશાળાની મુલાકાત પણ લેવાનું રાખીએ સાથે સાથે આ ગૌ શાળામાં યથાશક્તિ યોગદાન પણ આપીએ. આ ગૌશાળા  ઘણા વર્ષો થી દાતાઓના દાન અને સદભાવના થી ચાલી રહેલ છે ગૌમાતા પ્રેમ અને ત્યાગનું પ્રતીક છે હિન્દુ ધર્મ સંસ્કૃતિનો આધાર સ્તંભ છે ગાય માતા તેના પૂજકની તમામ મનોકામનાઓ પણ અવસ્ય પૂર્ણ કરે છે.

શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા માંગરોળ એ સંપૂર્ણ ગૌ વંશ હત્યા બંધી ના તમામ પ્રયાસોમાં સહયોગી પણ છે ” ધન થીજ લક્ષમી ગૌરવ વંતી બનેછે,સંચયથી નહિ “. આ ભગીરથ નિસ્વાર્થ સેવાકાર્ય માં ઉદ્યોગપતિ શ્રી મેરામણભાઈ યાદવ, ચેતનભાઈ.પી. કગરાણા, પંકજભાઈ રાજપરા, રમેશભાઈ જોશી, સુરેશભાઈ સોલંકી, ચેતનભાઈ જે. કગરાણા, નરેશગીરી ગૌસ્વામી, પ્રફુલભાઈ નાંદોલા, ભરત ભાઈ નાંદોલા,મહેશભાઈ મેરવાણા સહિત અનેક ગૌ ભક્તો આ સેવા કાર્યમાં જોડાયા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!