નર્મદા જિલ્લામાં ઘાયલ પક્ષીઓને બચાવવા વનવિભાગ દ્વારા કરુણા અભિયાન સફળ

નર્મદા જિલ્લામાં 13 -14-15 એમ ત્રણ દિવસના પતંગ પર્વ દરમિયાન પતંગના ઘાતક દોરાથી ઘાયલ થનારા પ્રગતિઓ ને બચાવવા રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વન વિભાગ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન સફળ રહ્યું હતું. તેમાં પતંગ રસિયાઓએ પણ જાગૃત બની પક્ષીઓ દોરાથી ઘવાય નહીં તે માટે કાળજી રાખતા અને ઘાયલ પક્ષીઓને તરત સારવાર મળે તેની તકેદારી રાખતા ત્રણ દિવસોમાં એક પણ પક્ષી નું મોત થયું ન હતું, માત્ર જેટલા પક્ષીઓ ઘાયલ થતાં તેને યોગ્ય સારવાર કરાવવી તે મને મુક્ત કરી દેવાયા હતા. જેમાં રાજપીપળાની સેવાભાવી સંસ્થા હેલ્પ ગ્રુપ અને તેના સંચાલક વિજય રામી ની ટીમના ૩૦ થી વધુ સદસ્યો 14 અને 15 એમ બે દિવસ પક્ષીઓ બચાવવા નું અભિયાનમાં જોડાયા હતા. ઉપરાંત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, તિલકવાડા અને ભાષા સંસ્થા સેલંબા પણ આ કાર્યમાં જોડાયા હતી.
જેમાં નર્મદા વનવિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને કેવી રીતે બચાવવા તેની વોલિટીયર્સ તૈયાર કરાઈ હતી. જેમાં નાયબ વન સંરક્ષક નર્મદાના નીરજ કુમારના જણાવ્યા અનુસાર નર્મદાની તમામ વન વિભાગની 9 રેન્જ કેવડીયા, ગોરા, રાજપીપળા, દેડીયાપાડા, સોરાપાડા, સગાઈ, ફુલસર, પીપલોદ અને સગબારા રેન્જમાં દરેક તાલુકાઓમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવવા અભિયાન ના લોકજાગૃતિના કાર્યક્રમો યોજવા એક્શન પ્લાન બનાવ્યો હતો. જેમાં તમામ તાલુકા મથકોએ પક્ષીઓને બચાવવા કર્મચારીઓની ટીમ તથા સારવાર માટે પશુ ચિકિત્સક ડોક્ટરોની ટીમ ને તૈનાત કરવામાં આવી હતી. જોકે લોકો જાગૃતિને કારણે આ વખતે ઘાયલ પક્ષીઓની સંખ્યા ખાસ્સો ઘટાડો જોવા મળ્યો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા