કડીમાં મકાનમાંથી ૧.૨૫ લાખ રોકડ અને ૩૦ તોલા સોનાના દાગીનાની ચોરી થતાં ભારે ફફડાટ

- નાની કડી સ્થિત સાઈદર્શન સોસાયટીમાં ઉત્તરાયણ ની પૂર્વ સંધ્યાએ તસ્કરો બેફામ બનતા મકાનનું તાળું તોડી કિંમતી સામાન ની ચોરી કરી ગયા હતા.બીજા દિવસે સવારે ચોરીની જાણ થતાંજ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.
- મકાન માલિક બહારગામ ગયાને તસ્કરોએ ઘર તોડ્યું
- પોલીસનું રાત્રી પેટ્રોલિંગ નું સુરસુરીયું,રહીશોમાં રોષ ની લાગણી
કડી થી નાનીકડી જવાના રસ્તા ઉપર આવેલ રામજી મંદિર ની પાછળ સાઈદર્શન સોસાયટી ના રહેણાક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે.મકાનમાલિક ઉત્તરાયણ નિમિતે મહુવા રહેતા પુત્રને ત્યાં ઉત્તરાયણનું પર્વ ઉજવવા ગયા હોઈ તેનો લાભ લઇ તસ્કરોએ તકનો લાભ લઇ ઘરના દરવાજાનું તાળું તોડી ચોરી કરી હતી.મકાન માલીક ત્રમ્બકભાઈ પટેલે કડી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ તેમની પત્ની અને બંને દીકરીઓ અને જમાઈ સાથે મહુવા રહેતા તેમના પુત્ર ને ત્યાં ઉતરાયણ કરવા ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી તિજોરીમાં મુકેલ રોકડ 1,25,000 તથા સોનાના 30 થી 32 તોલા ના દાગીના અને ચાંદીના આશરે સવા કિલોના દાગીના ની ચોરી કરી ગયા હતા.ચોરી ની જાણ થતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો અને પોલીસે સ્થળ તપાસ કરી ચોરીની ફરિયાદ નોંધી હતી.