રાજપીપળા ખાતે શ્રી સુમતિનાથ દાદાના જિનાલય જૈન મંદિર પર 13 ફૂટ લાંબી સિદ્ધિશીલા (ધજા)ચઢાવાઈ

રાજપીપળા ખાતે આવેલી શ્રી સુમતિનાથ દાદા ભગવાનનું મંદિર જિનાલય ખાતે જૈન મંદિર ને 12 વર્ષ પુરા થતા 12 મી વર્ષગાંઠ નિમિત્તે જૈનો દ્વારા મંદિર પર ધજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વિજયમુહૂર્તમાં મોટી સંખ્યામાં જૈનો ની ઉપસ્થિતિમાં જૈન મંદિર પર 13 ફૂટ લાંબી સિધ્ધિશીલા (ધ્વજા )ચઢાવાઈ હતી. ખાસ પ્રકારની બનાવેલી ધજાને દોરી સધી બાંધી જૂની ધજાને ઉતારી નવી ધજા ચઢાવાઈ હતી, જૈનો ના સિદ્ધાંત મુજબ જે પકડે સમિતિ નાથનો હાથ તેરે તો કોઈનો સાથ અનુસાર મુંબઈના અરવિંદભાઈ શાંતિલાલ શાહના ધજા ચડાવી હતી.
આ ધાર્મિક કાર્યક્રમમાં સવારે પ્રક્ષાલનનું ઘી બોલાવવાના ધાર્મિક કાર્યક્રમમાં જેના દૂધ અને ઘી થી ભગવાનને અભિષેક કરાવ્યો હતો. ત્યારબાદ સવારે દેરાશરના પ્રભાતિયા ગવાયા હતા, જેમાં સંઘની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. એ ઉપરાંત મંદિરમાં સત્તરભેદી પૂજા તથા અઢાર અભિષેક 18 જાતની ઔષધી દ્વારા મંત્રોચ્ચારથી ભગવાનને અઢાર અભિષેક કરાવાયો હતો. આ કાર્યક્રમમાં સંગીતકાર તથા વિધિકાર અમિતભાઈ શાહ (વડોદરા) જોડાયા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા