નાનીબેડવાણ ગામમાં આદિવાસી મહિલાઓને પગભર થવા ગામનો સ્તુત્ય પ્રયાસ

અત્યાર સુધી નાની બેડવાણ ગામમાં આદિવાસી મહિલાઓ માત્ર ખેતરમાં છાણા વણવાનું અને અથવા ખેતરોમાં મજૂરી કરવા કામ કરતી હતી. આ મહિલાઓને પગભર થવા ગામના સરપંચ અને ગ્રામજનો અને સ્તુત્ય પ્રયાસ કર્યો છે. જે અત્યંત નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામ નાની બેડવાણ ખાતે મહિલાઓને પગભર કરવાનો અગરબત્તી બનાવવાની તાલીમ તથા મહિલા સિવણ વર્ગ નો, પ્રારંભ કરાયો હતો. જેમાં મહિલાઓને અગરબત્તી બનાવવા માટેના પેડલ મશીન નું વિતરણ કરવામાં આવ્યું છે.
ગામડા યુવા સરપંચ પ્રદિમન વસાવા ના માર્ગદર્શન હેઠળ આ મહિલાઓને અગરબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. અને તાલીમની સાથે સાથે મહિલાઓને અગરબત્તી બનાવવા ના પેડલ મશીન આપી અગરબત્તી બનાવી તેમનું વેચાણ કરી આર્થિક રીતે પગભર થવા મહિલાઓને અનુરોધ કર્યો હતો. ગામની ઘણી મહિલાઓ તાલીમ બાદ જાતે અગરબત્તી બનાવતા શીખી ને ગામની મહિલાઓ સપ્તાહીક 1300 રૂપિયાની કમાણી કરી આત્મનિર્ભર બની રહી છે ત્યારે મહિલાઓને વધુ રોજગારી મળી રહે તે માટે ગામના આગેવાન ધરમ ખત્રી સાથે મળીને ડી.એલ.એમ કૌશિક કાથડ ને મળીને આરએસઈટીઆઇ ના માધ્યમથી નાની બેડવાણ ખાતે મહિલા વર્ગને પણ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સરપંચ ની સાથે ગામના યુવાનો પણ મહિલાઓને પગભર બનાવવા આગળ આવ્યા હતા.
સરપંચે જણાવ્યું હતું કે અત્યાર સુધી નાની બેડવાણ ગામમાં આદિવાસી મહિલાઓ માત્ર ખેતરમાં છાણા વણવા જવું અથવા ખેતરમાં મજૂરી અર્થે જવાનું કાર્ય કરતી હતી, આઝાદી પછી હંમેશા મહિલાઓનું શોષણ થતું રહ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મીશનને લીધે આજે એસ્પીરેન્ટ જિલ્લાઓમાંથી એક નર્મદા જિલ્લાનું છેક છેવાડાના ગામ નાની બેડવાણ મહિલાઓને પગભર કરવા માથામણ કરી રહ્યું છે. તે ગામ માટે ગૌરવની વાત છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા