26મી જાન્યુઆરીએ સાગબારા ખાતે પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની થનારી ઉજવણી
નર્મદા જિલ્લામાં 26 મી જાન્યુઆરીએ રવિવારના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાગબારા તાલુકાના મુખ્યમથકે નવરચના સ્કૂલ સાગબારા ખાતે કરાશે. આ દિવસે નવરચના હાઈસ્ક્યુલ માં સવારે 9 કલાકે જિલ્લા કલેકટર મનોજ કોઠારી ના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે. જેમાં પોલીસ બેન્ડની મધુર સૂરાવલી ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી, અને એનસીસી હોમગાર્ડ દળ, સ્કાઉટ ગાઈડ વગેરે જેવી વિવિધ પ્લાટુનોની પરેડ અને માર્ચ પાસ્ટ સહીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
જેના પૂર્વ આયોજન અંગે રાજપીપલા કલેક્ટ કચેરી ખાતે જિલ્લા કલેકટર મનોજ કોઠારી ના અધ્યક્ષ પદે બેઠક યોજાઇ હતી. જેમાં ઉજવણીના આયોજનની કામગીરી સંદર્ભે જુદાજુદા અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓની જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં નર્મદા જિલ્લાની સરકારી કચેરીઓમાં અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા કરાયેલી કામગીરી બદલ તેમજ વિવિધ ક્ષેત્રમાં જિલ્લાનું ગૌરવ અપાવનાર વિવિધ ક્ષેત્રમાં જિલ્લા ને ગૌરવ આપનારા વિવિધ તેજસ્વી પ્રતિભાઓનું પ્રશસ્તીપત્રો એનાયત કરી તેમનું સન્માન પ્રોત્સાહિત કરવાનું નક્કી કરાયું હતું. તદુપરાંત સાગબારા તાલુકા મથકે તેમજ નર્મદા જિલ્લાના પ્રમુખ મથક રાજપીપલા ખાતેની સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠે તે જોવાની સાથે સાથે પેટ્રોલ પંપ સહિત અન્ય ખાનગી મિલકતોમાં પણ આવી રોશની સામે માટે આ પ્રજા તરફથી લોક ભાગીદારો નોંધાય તે જોવાની પણ આ બેઠકમાં ખાસ હિમાયત કરાઇ હતી.
પ્રજાસત્તાક પર્વની સાગબારા ખાતે થનારી જિલ્લાકક્ષાની ઉજવણીમાં રજૂ કરનારા કાર્યક્રમોમાં યોગ્ય તેમજ દેશભક્તિ ને આવરી લેતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, કરાટે -જૂડો જિમ્નાસ્ટિક વગેરે જેવા હેરતભર્યા નિર્દેશનો ઉપરાંત વિવિધ સરકારી વિભાગોમાં તરફથી તેમના ટેબ્લોઝ પણ રજૂ કરવાની સાથોસાથ પ્રદર્શન પણ ઊભા કરાશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા