શ્રી એમ. એન. પટેલ પ્રા. શાળામાં જીવદયા કાર્યક્રમ

શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રા. શાળામાં અબોલા જીવો માટે સંવેદના વ્યક્ત કરતો જીવદયા કાર્યક્રમ યોજવામાં આવ્યો.ઉત્તરાયણ પર્વ પછી જ્યાંત્યા ભરાયેલી ચાઈના દોરી તથા ચાઈના પતંગ અબોલા જીવો અને પર્યાવરણને નુકશાન કરતા હોય છે. શાળામાં અને શાળાની આજુ બાજુના વિસ્તારમાં સમાજ સેવક અને શાળાના આચાર્ય ખોડાભાઈ પટેલ દ્વારા બાળકોને સમજ આપી લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યુ જેમાં રસ્તાપર,ઝાડપર,ધાબાપર,ફસાયેલી દોરી,પતંગ,પ્લાસ્ટીક વગેરે એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો.ઉતરાયણ પર્વમાં ઘાયલ થયેલા પંખીઓ જલ્દી સાજા થાય એવી સામૂહિક પ્રભુ પ્રાર્થના કરવામાં આવી અને જીવ ગુમાવેલ પંખીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.સ્ટાફ મિત્રો અને બાળકોએ ખૂબ સહકાર આપ્યો.