નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનું ગુંચવાયેલું કોકડું હવે ઉકેલાશે

- નર્મદા જિલ્લામા 17 કે 18 મી તારીખની આસપાસ નવા પ્રમુખ નું નામ જાહેર થવાની વકી.
- નર્મદા ભાજપામાં જૂના જોગીઓ ને કોઈ પણ સંજોગોમાં રિપીટ નહિ કરવાની કાર્યકરોની માંગ સ્વીકારાશે.
- નર્મદાને નવા પ્રમુખ મળવાની શક્યતા.
- કોન બનેગા પ્રમુખને ટૂંક સમયમાં થનારી જાહેરાત થી ભાજપા છાવણીમાં અટકળો શરુ.
- નવા પ્રમુખની જાહેરાત બાદ નર્મદા ભાજપમા નવા રાજકીય સમીકરણો રચાશે !
નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખની જાહેરાત નું કોકડું ઘણા લાંબા સમયથી ગૂંચવાયું હતું તેથી સમગ્ર મામલો પ્રદેશમાં પહોંચ્યો હતો જેની સામે ઉતરાયણ જાહેરાત નહી કરવાનું ઠરાવ્યું હતું, હવે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નું ગૂંચવાયેલુ કોકડું હવે ઉત્તરાયણ પછી ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે. ભાજપા વર્તુળમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર 17 કે 18 તારીખની આસપાસ નવા પ્રમુખનું નામ જાહેર થવાની વકી છે. નર્મદા ભાજપામાં જૂના જોગીઓને કોઈપણ સંજોગોમાં રિપીટ નહીં કરવાની કાર્યકરોની માંગ આ વખતે સ્વીકારાય તેવી શક્યતા વધારે જણાય છે. જેને કારણે નર્મદા નવા પ્રમુખ મળવાની શક્યતાથી નર્મદા ભાજપ છાવણીમાં હવે કૌણ બનેગા પ્રમુખને ટૂંક સમયમાં થનારી જાહેરાતથી ભાજપા છાવણીમાં ઉત્તેજના સહિત અટકળો શરૂ થઇ ગઇ છે.
હવે નવા જિલ્લા પ્રમુખ કોણ બનશે એ મુદ્દો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. અને ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી બાદ વિવાદ થયો હતો, મોટી સંખ્યામાં કાર્યકરોએ રાજીનામાં પર ધરી દીધો હતો, જિલ્લા ભાજપ પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, અશોક પટેલ, અનિરુદ્ધસિંહ ગોહિલ, જયંતિ તડવી, વલ્લભ જોશી, પ્રકાશ વ્યાસ, રાજુભાઈ વસાવા, સુનિલ પટેલ, ઘનશ્યામ પટેલ, ડૉ.દર્શના બેન દેશમુખ, ભારતીબેન તડવી, શંકર વસાવા, મનજી વસાવા, સહીત દાવેદારોનો રાફડો ફાટયો હતો.
જેને કારણે મોવડીમંડળ અસમંજસ માં મુકાયું હતું. નર્મદા જિલ્લામાં બંને વિધાનસભાઓમાં ભાજપે જે રીતે હારનો સામનો કરવો પડયો હતો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાંથી પણ સતાથી દૂર રહેવું પડ્યું હતું. નગરપાલિકામાં ભાજપના શાસન હોવા છતાં કથળેલા વહીવટી થી પ્રજા ત્રાસી ગઇ છે, નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોએ નગરનો વિકાસ કરવામા સદંતર નિષ્ફળ નીવડયા હોય ભાજપાનું સંગઠન નબળું અને નિષ્ફળ પુરવાર થયો હોય પાર્ટી સંગઠનની નબળાઈ પુરવાર થતા પાર્ટીમાંથી વિરોધનો સૂર ઊઠવા માંડ્યા હતા.
ત્યારે આવા કપરા સંજોગોમાં યોગ્ય ઉમેદવાર પસંદ નહીં કરે તો પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની ચીમકી થી મોવડી મંડળ પણ હાલી ઉઠ્યું હતું. છેલ્લા કેટલાક ટર્મ થી જૂના જોગીઓ જ રીપીટ કરવાનું રાજકારણ રમાતું હતું તે હવે કાર્યકરોને માન્ય નથી. તેથી પાર્ટીને અને સંગઠન મજબૂત બનાવી શકે તેવા સક્ષમ અને સૌને માન્ય હોય તેવા ઉમેદવારની શોધ કરવામાં મોવડી મંડળ ને ભારે કવાયત કરવી પડી છે હવે નવા પ્રમુખ નું નામ નક્કી થઈ ગયું છે. ત્યારે હવે નામની જાહેરાત કરવાનું જ બાકી છે જે હવે ટૂંક સમયમાં ત્રણ-ચાર દિવસમાં નવા પ્રમુખની જાહેરાત થઇ જવાની પ્રબળ શકયતા છે. ત્યારે ફરી એકવાર નવા પ્રમુખની જાહેરાતના સમાચારથી ભર શિયાળે ભાજપા છાવણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. નવા પ્રમુખની જાહેરાત બાદ નર્મદા ભાજપામાં નવા રાજકીય સમીકરણો રચાશે એ પણ નક્કી છે
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા