સરકારી કામકાજ માટે આખો દિવસ લાગતો… સેવાસેતુ કાર્યક્રમથી ૧૫ મિનિટમાં કામ થઇ જાય છે – શૈલેષભાઈ વસાવા

વડોદરા,
વાઘોડિયા તાલુકાના અંબાલી ગામના રહેવાસી અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી શૈલેષભાઈ બકોરભાઈ વસાવા તેમના ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ અંગે પ્રતિભાવ આપતા કહે છે કે, મારે મારા બે બાળકોના નામ રેશનકાર્ડમાં ચડાવવાના હતા. આ માટે ફોર્મ ભરવા-અરજી તૈયાર કરવાની અને અધિકારીઓના સહીની સહિત જરૂરી તમામ કામગીરી અહિંયા જ પૂર્ણ થઈ ગઈ. સામાન્ય રીતે આ કામગીરી તાલુકાકક્ષાએથી કરવામાં આવતી હોય છે ત્યારે આ કામ કરવા માટે આખો દિવસ બગડતો હોય છે. પરંતુ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી માત્ર ૧૫ મિનિટમાં રેશનકાર્ડમાં મારા બાળકોના નામ ચડાવવાની પૂર્ણ થઈ ગઈ.
વધુમાં તેઓ કહે છે કે, સેવાસેતુ કાર્યક્રમથી લોકોના વાહનભાડા સહિતના અન્ય ખર્ચની બચત થાય છે. સાથે જ સમયના વેડફાટમાંથી પણ મુક્તિ મળે છે. તેમજ સરકારી કર્મચારી-અધિકારીઓનો સારો સહયોગ પણ સાંપડે છે. આમ, સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી લોકોને સરકારી કામકાજમાં ઘણી સરળતા રહે છે.
(લાભાર્થીના મો.૬૩૫૪૭૯૯૨૭૬)