સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર
Spread the love

તત્કાલિન મોદી સરકાર દ્વારા ગુજરાતમા સુજલામ સુફલામ કેનાલો બનાસકાંઠા જિલ્લામાં કોકાંરેંજ, દિયોદર, થરાદ, લાખણી તાલુકાના લાખો હેક્ટર ખેડૂતોની જમીનમા કેનાલો બનાવવામાં આવી છે પણ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હતી. વિજય ભાઈ રૂપાણી સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે બનાસકાંઠા જિલ્લાના કોકાંરેંજ ના ચાંગા ગામે પાઈપલાઈન મારફતે વાયા રામપુરા પમ્પિંગ સ્ટેશન દ્વારા દાંતીવાડા ડેમમાં પાણી નાખવાનું તેમજ સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખી ખેડૂતો સિંચાઈ કરી શકે અને ભૂગર્ભ જળ ઊંચા આવે એવા ઉમદા નિર્ણય થી પાણી છોડવામાં આવ્યું હતું.

હાલ સુજલામ સુફલામ પાણી પાઈપલાઈનથી કેનાલમાં પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના દિયોદરના રામપુરા, જશાલી, નવા પુરા, સોની અને આજુબાજુના પંદરથી વીસ ગામોના ખેડૂતોએ કેનાલના ભરોસે જીરું, રાયડો, એરંડા, ઘઉં, ઘાસચારો જેવા પાકો વાવ્યા છે ત્યારે આ પાકઓનું જીવતદાન પાણી વગર મળી શકે તેમ ના હોય, પાણી બંધ થવાના કારણે ખેડૂતોના ઊભા પાકને સુકાઈ જવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને મોટું નુકસાન જાય એમ છે.

સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી કેટલાય દિવસોથી બંધ હાલતમાં હોય. દિયોદરના જસાલી, સોની, રામપુરા, નવાપુરા ના આજુબાજુના ગામોના પંદરથી વીસ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં દિયોદર પ્રાંત કચેરીએ શ્રી કુલદિપસિંહ વાળા પ્રાંત અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.. આજે પ્રાંત કચેરીના પ્રાંગણમાં ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ઉભા પાકને સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી નખાતા,ખેડૂતો કેનાલો ના ભરોસે  ઘઉં, જીરું, રાયડો, ઘાસ ચારો વાવ્યો હતો જે પાણી વગર પાકો હાલ સુકાઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ખેડૂતો ઉપર ચોમાસા ના છેલ્લા દિવસોમાં કમોસમી માવઠાનાં કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાનઆવ્યું હતું. ઓછું હોય એમાય તીડના આક્રમણ, આતંકથી જીરા, ઘઉં વરિયાળી, ખેડૂતો ને બીજા અનેક પાકોને ભારે નુકશાનનીનો  ભોગવવાનો વારો આવ્યો છે અને બાકી બચેલા પાકને કેનાલો દ્વારા પાણી આપી જીવતદાન મળ્યું હતું. જે કેનાલો બંધ થવાથી ખેડૂતોને હાલ મરવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે આજે દિયોદર પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી ખેડૂતોએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લાખણી હાઇવેને ચક્કાજામ કરી દેવામાં આવશે એવી દિયોદરના જસાલી, રામપુરા, નવા પૂરા, સોની ના આજુબાજુના ખેડૂતો ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટ : કિશોર નાયક (દિયોદર)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!