શું દીકરી બોજ છે ? ટંકારાના નેકનામ ગામની સીમમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

દિકરો દીકરી એક સમાન, આજની એકવીસમી સદીમાં આવા ભેદભાવો નથી જોવા મળતા બધી વાતો કહેવાની હોય તેની પ્રતીતિ કરાવતો ધ્રુણાસ્પદ કિસ્સો જોવા મળ્યો છે જેમાં ટંકારાના નેકનામ નજીક તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાઈ હોય જે બનાવની જાણ થતા 108 ટીમ દોડી ગઈ હતી. ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાયેલી હોય અને બાળકી સીમમાં રેઢી પડેલી મળી આવ્યાની જાણ કરવામાં આવતા ટંકારા 108 ની ટીમ દોડી ગઈ હતી બનાવને પગલે ગ્રામજનો પણ દોડી ગયા હતા અને બાળકીને ત્યજી દેનાર જનેતા વિરુદ્ધ ફિટકારની લાગણી વરસાવી હતી તાજી જન્મેલી ત્યજી દેવાયેલી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઈ છે અને બનાવને પગલે ટંકારા પોલીસ પણ દોડી ગઈ હતી અને આ દુર્ભાગ્યપૂર્ણ બનાવની તપાસ ચલાવવામાં આવી રહી છે તો ફૂલ જેવી બાળકીને ત્યજી દેનારને કડક સજા મળે તેવી માંગ પણ લોકો કરી રહયા છે.
રીપોર્ટ :- જનક રાજા (મોરબી)