અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગજેરા સંકુલ ખાતે ૭૧માં રાષ્ટ્રીય પર્વ ઉજવાશે

અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ગજેરા શૈક્ષણિક સંકુલમાં ૭૧ મા પ્રજાસત્તાક પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે…તા.૨૬ જાન્યુઆરી ના રોજ સવારે આઠ વાગે અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ગજેરા શૈક્ષણિક સંકુલમાં પરજાસત્તાક દિન ની શ્રી કાનજીભાઈ આર.ભાલાળા( પ્રમુખ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત)ના અધ્યક્શસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવશે.શ્રી કાનજીભાઈ ભાલાળાના હસ્તે ધ્વજવંદન કરાશે ત્યારબાદ સંસ્થાની વિદ્યાર્થીની ઓ દ્વારા માચઁ પોસ્ટ,સમુહ કવાયત,યોગાસન અને જીમ્નાસ્ટિક કાયઁક્રમો યોજાશે.
આ ભવ્ય સમારોહ મા રાજસ્વી મહેમાનોમાં કેન્દ્રિય મંત્રી પરશોતમભાઇ રૂપાલા,ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર, અંબરીશભાઇ ડેર, પ્રતાપભાઈ દુધાત, વલ્લભભાઈ કાકડીયા, જે.વી.કાકડીયા, પૂવઁ ધારાસભ્ય બાવકુભાઇ ઉઘાડ, વાલજીભાઈ ખોખરીયા, બેચરભાઈ ભાદાણી, કાળુભાઇ વીરાણી, ધીરુભાઈ દુધવાળા, નલીનભાઇ કોટડીયા, બાલુભાઇ તંતી, હનુભાઇ ધોરાજીયા, ઠાકરશીભાઇ મેતલીયા, મધુભાઇ ભુવા, જીલા ભાજપ પરમુખ હિરેનભાઇ હિરપરા,જી.ભાજપ ઉપપ્રમુખ મયુરભાઇ હિરપરા,તેમજ મુખ્ય મહેમાન શ્રી એલ.એસ.નાકરાણી સાહેબ (નિવૃત અધિક સેસન્સ જજ), આર.જે.સવાણી (નિવૃત્ત આઇજીપી), પ્રફુલભાઈ શીરોયા (કમાન્ડન્ટ ઓફ હોમગાર્ડ સુરત જિલ્લો) તેમજ અતિથી વિશેષ તરીકે અનેક મહાનુભાવો,સંસ્થાના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહેશે.
અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઇ ગોબરભાઈ કાકડીયા (જરખીયા વાળા સુરત), ઉપપ્રમુખ પરશોતમભાઇ ધામી, મંત્રી બાબુભાઈ સાકરીયા, સહમંત્રી ગોરધનભાઈ હિરપરા, મેનેજીંગ ટ્રસ્ટી બાલુભાઇ ભાદાણી,ખજાનચી નરેશભાઇ સોજીત્રા દ્વારા આ રાષ્ટ્રીય પવઁની ઉજવણી મા ઉપસ્થિત રહેવા જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવે છે.