દિયોદર ખાતે આવેલ શાળા નંબર ૦૨ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન

શાળામાં શિક્ષણની સાથે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે બાળકોને જીવનમાં સર્વાંગી વિકાસ થાય એ હેતુ થ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તેમજ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વધુ માં બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા-કોલેજોમાં થી શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ કરવામાં આવતું હશે ત્યારે દિયોદર શાળા નંબર ૦૨ ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ ના સાનિધ્યમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ,સરદાર સરોવર પોઈચા , પાવાગઢ મહાકાલી મંદિર, વડોદરા કમાટી બાગ, પ્રાણીસંગ્રહાલય ,ડાકોર રણછોડરાય મંદિર, ગોમતીઘાટ, અક્ષરધામ ગાંધીનગર, તેમજ ૫૨ ફુટ ઊંચાઈએ આવેલ હનુમાનજી ઉનાવા સહિત વગેરે સ્થળો ની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં શાળા ના આચાર્ય બી. એ. રાઠોડ તેમજ સ્ટાફમાંથી જામાભાઈ પટેલ, હસમુખભાઈ પુજારા, કનુભાઈ જોષી, જગદીશભાઈ રાઠોડ, મીનાબેન પટેલ અને જાગૃતીબેન ડોડીયા તેમજ શાળાના બાળકો સાથે પ્રવાસની મજા માણી હતી.
રઘુભાઈ નાઈ (દિયોદર)