દિયોદર સેસન્સ કોર્ટે નો ચુકાદો..

દિયોદર સેસન્સ કોર્ટે દ્વારા આજે બે ઇસમો સામે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે ભાભર પોલીસ સ્ટેશનમાં તારીખ :7/1/2017 નારોજ કિંજલબેન ઠાકોર રહે ખારી પાલડી વાળા દ્વારા ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે શાળાએ ભણવા જતા હતા ત્યારે કેટલીક દીકારીનો ને ગામના તળાવની પાળ નજીક ભરત મશા દલિત અને બકાભાઈ મફાભાઈ વાદી આ બંને જણાએ મોબાઈલમાં ફોટા પાડેલા અને દરેક છોકરીઓ ની છેડછાડ કરેલ, અને આંખના ઈશારા કરેલ, ખરાબ ઈરાદાથી લાજલેવા પાછળ પાછળ આવેલા.
આ બનાવની જાણ છોકારીઓ તેઓના માતા પિતા અને વડીલોને જણાવતા ભાભર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુનાહ રજિસ્ટર નંબર ગું. નં. 2/17/આઈ. પી. સી. કલમ 354 CD તથા પોસ્કો કલમ – 8 મુજબ ગુન્હો દાખલ કરી ચાર્જસીટ થઈ દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે ના જજ શ્રી જે. એન. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતાં અને તમામ પુરાઓ ભરત મશા દલિત અને બકાભાઈ મફાભાઈ વાદી બંને આરોપીઓ વિરુધ્ધ EPO કલમ 354 CD ના ગુન્હા માં ત્રણ વર્ષ ની સજા અને પોસ્કો એકટ ની કલમ – 8 ના ગુન્હામાં બન્ને આરોપીઓ ને ત્રણ વર્ષની સજા અને પાંચ – પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેશમાં સરકારી વકીલ વી. ડી. ઠાકોરની ધારદાર દલ્લીઓ કરી આરોપીઓ ને જેલ હવાલે કરાવ્યા હતા..
સરકારી વકીલ ની શું ધારદાર દલીલો હતી…
(1) આરોપીઓ નું આ દુષ્કૃત્ય કલંક રૂપ છે..
(2) શાળાએ જતી દીકરીઓની આ રીતે છેડછાડ કરવામાં આવશે તો, સામાન્ય માણસ પોતાની દીકરીઓ ને ભણવા નહીં મૂકી શકે?
(3)કોઈપણ સમાજની દીકરી ભય રહિત ભણી શકે, જે થી આવા આરોપીઓ ને પૂરતી સજા કરી સમાજમાં આવો દાખલો બેસાડવો જોઈએ..
રઘુભાઈ નાઈ (દિયોદર)