પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલીસના હથિયારનુ ઉદઘાટન

રાજકોટ શહેર ખાતે 26જાન્યુઆરી 2020 ના રોજ રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર હોય. જેના ભાગરૂપે સમગ્ર રાજકોટ શહેરમાં વિવિધ સ્થળોએ અલગ અલગ અને વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે. ચૌધરી હાઈસ્કૂલના કેમ્પસ ખાતે ગુજરાત પોલીસ દ્વારા રાજકોટ શહેર પોલીસે વિવિધ ફોસૅ/યુનિટ જેમ કે ARMY. BSF. CRPF. Airforce ગુજરાત પોલીસનાઓના અત્યાધુનિક હથિયારો જેવા કે રોકેટ લોન્ચર. AK.56 રાઈફલ. M.M.G.ગન. પિસ્તોલ. ઈન્સાસ રાઈફલ. SIG.ગન 7.62 ધાતક રાઈફલ. B.D.D.S. ના વિવિધ ઈકવીપમેન્ટ મોટર. AGL.30 એમ.એમ. દુરબીન રાઈફલ. C.G.R.L.84 એમ.એમ. L.M.G. ગન. S.M.G.9.એમ.એમ. પેસીવ નાઈટ સાઈટ રાઈફલ. ટેલીસકોપ. P.A.G.17. 7.62 સનાઈપર રાઈફલ. A.D.L.70 ગન. તેમજ વિવિધ હથિયારનુ પ્રદર્શન 3 દિવસ સુધી રાખવામાં આવેલ છે. તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નાઓના હસ્તે મશાલ પી.ટી. તથા હથિયારોનુ ઉદઘાટન થનાર છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)