મેેઘરજના રાજગોળ ખાતે જીલ્લા પ્રાયોજના વહિવટદાર કચેેરી પુુરસ્કૃત સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગ

અરવલ્લી જીલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા યુવાનો માટે જીલ્લા પ્રાયોજના વહિવટદાર કચેરી દ્વારા આદિવાસી વિસ્તારના ગરીબ યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે દુર દુર જાય છે ત્યા રે તેમને પહોંચી વળવું મુશ્કેલ બનતું હતુ આવી તમામ પ્રકારની સમસ્યાઓને ધ્યાન રાખી ને સરકાર દ્વારા ગામ માં તાલીમ આપવાની શરુઆત કરી છે જેમાં તજક્ષો દ્વારા પરીક્ષા ની તૈયારી માટે યુવાનો ને મફત માગઁદશન અને લેટેસ્ટ બુકો નુ વિતરણ કરવામાં આવ્યું હતું છેવાડા માં વસતા યુવાનો ગામ માં જ તૈયાર થાય અને ઉજ્વળ જીવન બને તેવા સરકાર દ્વારા પ્રેર્યતનો હાથ ધરવામાં આવી રહ્યા છે અહીંયા ગુજરાતી વ્યાકરણ.છંદ. અલંકાર. ઉપમા .ઉપમેય ઇતિહાસ ભૂગોળ કોમ્યટર ઇગ્લીશ જેવા પરીક્ષા લક્ષી માગઁદશન આપવામાં આવ્યુ હતુ સાથે આદિવાસી વિસ્તારના ગામડાના યુવાનો મા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર આવે તે માટે સાહિત્યકારો વિશે ની કૃતિઓ પણ દોહરાવી હતી.
“મારી આંખે કંકુના સૂરજ આથમયા. ”
“ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.”
તે પંખીને ઉપર પથ્થરો ફેકતા ફેકી દીધો.
આ પ્રસંગે મેઘરજ તાલુકા પંચાયત સદસય નરેશ ડામોર અને રાજગોળ ગ્રાપંચાયત ના તલાટી કમ મંત્રી શૈલેષભાઈ પ્રજાપતિ ના હસ્તે યુવાનો ને બુક કીટ વિતર કરવામાં આવ્યુ હતુ.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)