મોરબી જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યકમમાં કલેકટરના બદલે એએસઆઈએ લહેરાવી દીધો તિરંગો

મોરબી : ભારતના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાતના તમામ જિલ્લા મથકોએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
26મી જાન્યુઆરીએ દેશ પોતાનો 71મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે. ત્યારે ટંકારા સ્થિત સર્કિટ હાઉસના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જે.બી.પટેલ IAS, જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવનાર હતા. પરંતુ ફરજ પરના સ્ટાફે લોચો માર્યો હતો. અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં જ એએસઆઈ એ તિરંગો લહેરાવી દેતા તંત્રની પોલ ખુલી પડી હતી.
રીપોર્ટ : જનક રાજા, મોરબી