અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ શ્રી એન. એમ. શેઠ. કુમાર વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

શ્રી એન. એમ. શેઠ. કુમાર વિદ્યાલય મોટીકુકાવાવ માં 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી. આ સમયે બાળકોને પ્રોત્સાહન કરવા શ્રી સુભાષભાઈ લક્ષ્મણ ભાઈ સુખડિયા( સરપંચ શ્રી) શ્રી મેહુલભાઇ સુભાષ ભાઈ સુખડિયા( આચાર્ય) મનસુખભાઇ સુખડીયા યુએસએ થી પધારેલા મહેમાનો એ બાળકોને રાષ્ટ્રગીત અને સર્વાંગી વિકાસ અને દેશની એકતા અને અખંડિતતા નું માર્ગદર્શન અને વક્તવ્ય આપેલું હતું. અને શાળાના શ્રેષ્ઠ બાળકોને શીલ્ડ અને સર્ટિફિકેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને સરપંચ શ્રી દ્વારા jee માં 300 માંથી 170 માર્ગ લાવેલા બાળકોને શિલ્ડ આપી પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી મેહુલ ભાઈ સુખડિયા અને સુભાષ સાહેબ સરપંચ શ્રી દ્વારા સ્વચ્છતા એકતા અખંડીતતા જાળવવા થી ટકોર કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અરવિંદભાઈ ડુંગા, મનસુખભાઈ પાઘડાળ ,રાજેશભાઈ ટાઢણી,સુનિલ ભાઈ લાખાણી, વીરજીભાઈ સાવલિયા ,હરેશભાઈ રાંક,હિરેનભાઈ મશરૂ ,સંજય ભાઈ સુખડિયા ,ભીમજીભાઇ વેકરીયા, રમેશભાઈ આસુંદરિયા ,હર્ષદભાઈ મહેતા ,રોહિત ભાઈ દેસાઈ ,કાળુભાઈ માથુકિયા ,ગોવિંદભાઈ ડોબરીયા, સર્વ મહેમાનો હાજર રહ્યા હતા.
રીપોર્ટર રસિક વગડા મોટીકુકાવાવ