ભંડવાલ ગામે 71 મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી

પ્રાથમિક શાળા મા ઉજવવામાં આવી જેમાં શાળાની ભૂતપૂર્વ વિધાર્થીની મુખ્ય મહેમાન તરીકે પટેલ મીતલબેન વિષ્ણુભાઈ દ્વારા રાષ્ટ્ધ્વજ ફરકાવી જેમાં વડાલી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ સુમિત્રાબેન,ગામના સરપંચ ,SMC પ્રમુખ ,પી આર પટેલ સ્કૂલ ના દાતા શ્રી પ્રવીણભાઈ તથા માધ્યમિક શાળા ના આચાર્યશ્રી પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી,સેવા અને દૂધ મંડળી ના ચેરમેનશ્રીઓએ સ્ટેજ પર આમંત્રિત થઈને આજના આ ગણતંત્ર દિવસ ને ખુલ્લો મુક્યો હતો.
જેમા દેશભક્તિ ગીતો,હેલારો,મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ જેવા સાંસ્કૃતિ કાર્યકમ મા પ્રાથમિક શાળા ના બાળકો અને KG 1+2ના નાના નાના ભૂલકાઓએ ભાગ લીધો અને ગામની સેવા મંડળી દૂધ મંડળી અને ગ્રામ પંચાયત દ્વારા પ્રથમ ત્રણ નંબરે આવેલ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનામ થી સન્માનિત કરવામાં આવ્યા અને વધુમાં ભંડવાલ ગામે આ વર્ષે 20 દીકરીનો જન્મ થયો છે એમને પણ માતા પિતા સાથે સન્માન પત્ર અને રમકડાં આપી સન્માનિત કરાયા.
જેમાં ગામના દાતાશ્રીઓ તરફથી અંદાજે 35000 જેટલી માતબર રકમ નું દાન સાંસ્કૃતિક કાર્યક્રમ મા બાળકો ને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવ્યું અને વધુમાં ગામના બે દાતાશ્રીઓ એ શાળાના દરેક બાળકોને નોટબુક પણ આપવામાં આવી.
આવા 71 માં પ્રજાસતાક દીને ભંડવાલ અને જુનીભંડવાલ ગામના યુવાનો, વડીલો, માતાઓ, અને દીકરીઓ,અને જુદી જુદી સેવા અને દૂધ મંડળીઅને ગ્રામ પંચાયત ના હોદ્દેદારો બહુ મોટી સંખ્યા મા હાજર રહ્યા અને એ બદલ ભંડવાલ પ્રાથમિક શાળા ની SMC ના પ્રમુખ નરેશભાઇ પટેલ તથા શાળા પરિવાર વતી આવેલ તમામ ગ્રામ જનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
રિપોર્ટ : અલ્પેશ પટેલ (વડાલી)