અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

પ્રજાસત્તાક પર્વની દેશભરમાં રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લાકક્ષા ના કાર્યક્રમમાં આરોગ્યમંત્રી કિશોર કાનાણી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર , જીલ્લા પોલીસ વડા સહિત જુદા જુદા અધિકારીઓ અને જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો જોડાયા હતા.પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પોલીસ પરેડ , જુદા જુદા ટેબલો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લાની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરતબો રજૂ કરવામાં આવ્યા હતા માલપુર તાલુકાના મગોડી ગામની શાળાના વિદ્યાર્થીઓ એ કરાટે રજૂ કરતા કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનો પ્રભાવિત થયા હતા.
રીપોટૅ : મનોજ રાવલ (ધનસુરા)