સાબરકાંઠાના વડાલીમાં અને આજુબાજુના તમામ ગામમાં ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

સાબરકાંઠાના વડાલીમાં અને આજુબાજુના તમામ ગામમાં  ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
Spread the love

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ એટલે ૨૬ જાન્યુઆરી એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો એટલે ૨૬મી જાન્યુઆરી ની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે.૧૫મી ઓગસ્ટ એ ભારતની આઝાદીનો દિવસ એટલે એને ગુજરાતીમાં સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં Independence Day કહેવામાં આવે છે.

જ્યારે આપણા દેશને બંધારણની પ્રાપ્તી થઈ હતી અને લોકોને તેના હક અધિકારો મળ્યા હતા જેથી તેને અંગ્રેજીમાં Republic Day એટલે કે ૨૬મી જાન્યુઆરી અને ગુજરાતીમાં ગણતંત્ર કે પ્રજાસત્તાક દિન કહેવામાં આવે છે ત્યારે વડાલી આવેલ શેઠ.સીજે. હાઈસ્કૂલ,શારદા હાઈસ્કૂલ,મોર્ડન હાઈસ્કૂલ,આર્ટ્સ કોલેજ,નગરપાલિકા,પોલીસ સ્ટેશન તેમજ જુદા જુદા ગામડાઓમાં પણ ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી.

જ્યારે વડાલી નગરપાલિકા દ્વારા વડાલી પ્રાથમિક શાળા નંબર ૬માં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નગર પાલિકા  ચીફ ઓફિસર ડી.એસ.પટણી, કારોબારી ચેરમેન પ્રદ્યુમનસિંહ એન ચંપાવત,ઉપપ્રમુખ કપીલાબેન ખાંટ, પ્રમુખ ઈશ્વરભાઈ પી સગર દ્વારા કરવામાં આવ્યું હતું.

જ્યારે વડાલી આર્ટ્સ કોલેજમાં પરેડ યોજીને તખતસિંહ હડિયોલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે વડાલીમાં આવેલ મોર્ડન હાઈસ્કૂલમાં ધ્વજવંદન કરી ને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા ડાન્સ,નાટક જેવા અભિનય કરવામાં આવ્યા હતા.

રીપોર્ટ : અલ્પેશ પટેલ (વડાલી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!