પ્રજાસત્તાક દિન નિમિત્તે વધઈનગરમાં ભવ્ય ત્રીરંગા બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

ડાંગ જીલ્લાના પ્રવેશ દ્વાર વધઈ નગર ખાતે ૨૬ મી જાન્યુઆરી નાં પ્રજાસત્તાક દીને નગરનાં ઉત્સાહી યુવાનો દ્વરા બાઈક ઉપર ભવ્ય ત્રીરંગા રેલી કાઠવામાં આવી હતી. દેશનાં આઝાદીનાં ગીતોનાં ગગનભેદી નાદ સાથે નીકળેલ આ રેલી વધઈના કોમ્યુનીટી હોલ થી શરુ થઈ વધઈ મેઈન બજાર થી અંબા માતાજી મંદિર ચાર રસ્તા રાજેન્દ્રપુર આશાનગર થઈ નાકાફળીયા નાની વધઈ કિલાદ થઈ આર.ટી.ઓ.ચેક પોસ્ટ પાસે રેલીને સફળતાપૂવક પૂર્ણ કરાઇ હતી. વધઈ નગરમાં બાઈક ઉપર નિકળેલ આ ભવ્ય ધ્વજ રેલી એ પુરાં નગર ને ત્રીરંગા મય બનવા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે ગુંજી ઉઠતા પુરુ વધઈ નગરમાં દેશ ભક્તિનો માહોલ જોવા મળી યો હતો આ રેલીમાં નગરનાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.