ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ ૧૧૦ વિદ્વાન ષડદર્શનાચાર્યોનું ભવ્ય સ્વાગત

દામનગર સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય ના વિદ્વાન ૧૧૦ આચાર્યો પધારતા મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી સહિતના ટ્રસ્ટી કર્મચારી ઓ દ્વારા સોલા ભાગવત સંસ્કૃત મહાવિદ્યાલયના ષડદર્શનાચાર્યોનું ઉષ્મા ભર્યો સત્કાર શાલ સ્મૃતિ ચિન્હ અર્પી ભવ્ય સ્વાગત કરાયું હતુ. અમદાવાદના સોલા ભાગવત ખાતે આવેલ સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૧૦ વિવિધ વિષયોના આચાર્ય ડો હિતેન્દ્રભાઈ વ્યાસ, ગૃહપતિ શ્રી કૌશિકભાઈ જોશી સહિત જ્યોતિષી ઉત્સવભાઈ જોશી સાહિત્યચાર્ય રમાકાંતભાઈ વ્યાકર્ણાચાર્ય ઉપેન્દ્રભાઈ પારેખ સહિત ૧૧૦ વિદ્વાન શાસ્ત્રના જ્ઞાતાઓએ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સમક્ષ અનુષ્ઠાન કર્યું હતું અને મંદિર ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા સોલા ભાગવત સંસ્કૃત મહાવિદ્યાલયના અભ્યાસુ વિદ્વાનોનું ભવ્ય સન્માન સત્કાર કરાયું હતું.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા