દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા “એક શામ શહીદો કે નામ” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો

સમગ્ર દેશમાં ૭૧ માં પ્રજાસત્તાક દિવસ ધામધૂમ પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળા, કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું .ત્યારે દિયોદર ખાતે ગજાનન યુવક મંડળ દ્વારા દિયોદર માં આવેલ ઓગડનાથ સોસાયટીમાં ” એક શામ શહીદો કે નામ ” અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા, ધનેશ્વર ભાઈ રાવલ, સબીરભાઈ મેમણ,નીતિનભાઈ ચૌહાણ, અશોકભાઈ ખત્રી, નરોત્તમભાઈ સોની, દીપકભાઈ અખાણી, ભવાનજી ઠાકોર, પૂર્વ સરપંચ કનુભાઈ પઢિયાર, પ્રદીપભાઈ શાહ વગેરે આગેવાનો હાજર રહી દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
“એક શામ શહીદો કે નામ ” કાર્યક્રમ પ્રાથમિક શાળા ,માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા દિયોદરના બાળકોએ ભાગ લીધો હતો, જોકે આ કાર્યક્રમમાં બાળકોએ તાજેતરમાં થયેલ સર્જીકલ સ્ટ્રાઈક, દેશભક્તિના ગીતો તેમજ નાટકો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. જોકે કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને દાતાઓ દ્વારા ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ ૧૭૦ જેટલા બાળકો એ ભાગ લીધો હતો આ પ્રસંગે ભરતભાઇ અખાણી, નિતીન ભાઈ ઠક્કર, મુકેશભાઈ ઠાકોર, મુન્નાભાઈ ત્રિવેદી, ધીરુભાઈ ઠક્કર, વિનોદ ત્રિવેદી, હસમુખભાઈ અખાણી, છગનભાઈ ખત્રી, શૈલેષભાઈ ઠક્કર વગેરે મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જોકે આ કાર્યક્રમ ગજાનનને યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રઘુભાઈ નાઈ (દિયોદર)