ભેસાણ : રાણપુર ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયોજીત તમાકુ નિયંત્રણ કાર્યક્રમ-૨૦૨૦

જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકા નુ રાણપુર ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – રાણપુર ( સોરઠ ) તથા તાલુકા આરોગ્ય કચેરી – ભેસાણ આયોજીત ” તમાકુ નિયંત્રણ કાર્યક્રમ – ૨૦૨૦ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા તા. ૨૭/૦૧/૨૦૨૦ના રોજ સરકારી વિનયન કોલેજ – ભેસાણ ખાતે યોજવામા આવેલ તથા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કોલેજના વિધાર્થીઓ એ ઉત્સાહ ભેર ” વકતૃત્વ સ્પર્ધા” મા ભાગ લીધો હતો તેમજ આ તકે શ્રી દવે સાહેબ ( પ્રિન્સિપાલશ્રી સરકારી વિનયન કોલેજ – ભેસાણ) શ્રી બી.એમ.પાઘડાળ ( MPHS – પ્રા.આ.કેન્દ્ર-રાણપુર) શ્રી એસ. જી. અગ્રાવત (MPHW-રાણપુર-૧) શ્રી વી. એ. મારૂ ( MPHW-રાણપુર-૨) ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમ મા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા થયેલ સ્પર્ધકોને સ્કુલબેગ, બોલપેન, નોટબુક તેમજ પ્રમાણપત્ર આપવામા આવેલ તેમજ ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવેલ, અને કાર્યક્રમ ના અંતે તમામ વિધાર્થીઓ ને અલ્પાહાર પણ કરાવવા મા આવેલ. વિધાર્થીઓ ને “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ” અંગેનુ માર્ગદર્શન શ્રી બી.એમ.પાઘડાળભાઈ દ્વારા આપવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમ શ્રી ડો. પુજા મેડમ (તાલુકા હેલ્થ ઓફિસરશ્રી-ભેસાણ) તથા શ્રી ડો.એસ.એ.શમા સાહેબ (મેડીકલ ઓફીસર શ્રી પ્રા. આ. કેન્દ્ર રાણપુર) તથા એચ. બી. નાગાણી ( TMPHS – ભેસાણ)ના માર્ગદર્શન હેઠળ યોજવામા આવેલ. તથા આ સમગ્ર કાર્યક્રમ નુ સ્ટેજ સંચાલન શ્રી એસ.જી.અગ્રાવત ( MPHW રાણપુર-૧ ) દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વાય.આર.ધાનાણી ( MPHW-વાંદરવડ ) દ્વારા જહેમત ઉઠાવવામા આવેલ.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)