બરવાળા મામલતદાર કચેરીમાં શ્રેષ્ઠ બી.એલ.ઓ તથા સુપરવાઈઝર સન્માન સમારોહ

રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે મામલતદાર કચેરીમાં મામલતદાર વિજયસિંહ ડાભી તથા નાયબ મામલતદાર બી.કે.શેખ મેડમ ના વરદ હસ્તે બરવાળા તાલુકામાં શ્રેષ્ઠ બી.એલ .ઓ તરીકે શ્રી જયપાલસિંહ એમ વાળા (બી.એલ.ઓ.ભાગ નંબર 236 રોજીદ- 3) અને શ્રેષ્ઠ સુપરવાઈઝર તરીકે શ્રી નવનિતભાઈ એલ ચૌહાણની પસંદગી બદલ સન્માનપત્ર તથા મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા જે બદલ સમગ્ર બરવાળા તાલુકાના શિક્ષકોએ હર્ષ અને આનંદની લાગણી સાથે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
ગોરાહવા ઉમેશ. બી (બરવાળા)