નાની કડી સ્થિત સોમ વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

સોમનાથ જીવરામ પટેલ વિદ્યાલય (સોમ વિદ્યાલય )નાની કડી માં રાષ્ટ્રીય પર્વ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૦ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભીખાભાઈ કેશવલાલ પટેલ પ્રમુખ સત્તાવીસ સમાજ કડી, તાલુકા ખરીદ-વેચાણ સંઘના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સમાજના અગ્રણીઓ જેમાં રતિલાલભાઈ, જીવનભાઈ,રામભાઈ,શંભુભાઇ મયંકભાઇ વગેરે શાળામાં ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કરેલ હતા.