બોટાદના ગઢડાના લીંબાળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઇસમોને પકડી પાડતી ગઢડા પોલીસ

બોટાદના ગઢડાના લીંબાળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઇસમોને પકડી પાડતી ગઢડા પોલીસ
Spread the love

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબનાઓની બોટાદ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ તા.૨૯/૦૧/૨૦૨૦ ના રોજ ગઢડા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી આર.કે.પ્રજાપતિ તથા હેડ કોન્સ. ભગીરથસિંહ ગોહીલ તથા હેડ કોન્સ. હેમરાજભાઇ બારડ તથા પો.કોન્સ. કુલદિપસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ. દિગ્વિજયભાઇ પટગીર એ રીતેનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો.

દરમ્યાન હેડ કોન્સ. ભગીરથસિંહ ગોહીલ તથા પો.કોન્સ. કુલદિપસિંહ ગોહીલનાઓને સંયુક્ત રીતે મળેલ બાતમી આધારે ગઢડા તાલુકાના લીંબાળી ગામની સીમમાં જાહેરમાં ગંજીપત્તાના પાનાઓ વતી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ-૧૦ ઇસમો જેમાં (૧) જયેશભાઈ કાનજીભાઈ રંગપરા-કોળી રહે.રામપરા ગામ તા.ગઢડા તથા (૨) ચંદુભાઈ વલ્લભભાઈ બાવળીયા-કોળી રહે.ગઢાળા, તા. વિછીંયા તથા (૩) પ્રતાપભાઈ ઉર્ફે ટપુભાઈ જોરૂભાઈ પટગીર-દરબાર રહે.કારીયાણી ગામ તા. જી.બોટાદ તથા (૪) ભોળાભાઇ ધનજીભાઈ ઝરમરીયા-કોળી રહે. રામપરા તા.ગઢડા તથા (૫) મનોજભાઇ વાલજીભાઈ યાદવ-કોળી રહે. ગોરડકા, તા.ગઢડા તથા (૬) દિલીપભાઇ હરજીભાઈ અણઘણ-પટેલ રહે. ઉગામેડી તા.ગઢડા તથા (૭) નિતેષભાઇ બાબુભાઈ પરમાર -કોળી રહે. નાના સખપર, તા. ગઢડા તથા (૮) કાળુભાઇ આંબાભાઈ બારૈયા- કોળી રહે.રામપરા તા.ગઢડા તથા (૯) હિંમતભાઇ ખીમાભાઈ બારડ-કોળી રહે. ઈતરીયા, તા.ગઢડાવાળાઓને રોકડા રૂા.૩૬,૩૨૦/- તથા મોટર સાયકલ નંગ-૦૬ કિં.રૂ.૧,૩૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂા.૧,૬૬,૩૨૦/- સાથે પકડી પાડેલ જ્યારે ગુણવંત ઉર્ફે કુકો લિંબાભાઈ ડાભી રહે.રામપરા ગામ તા.ગઢડા વાળો નાસી ગયેલ હોય તમામ ઇસમો વિરૂધ્ધ શ્રી સરકાર તરફે જુગારધારા મુજબની ફરીયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટ : ગોરાહવા ઉમેશ બી.

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!