તંત્રને બાનમાં લેનાર કુખ્યાત દયાળ વાજાને એક વર્ષ માટે તડીપાર કરતી બોટાદ પોલીસ ટીમ

તંત્રને બાનમાં લેનાર કુખ્યાત દયાળ વાજાને એક વર્ષ માટે તડીપાર કરતી બોટાદ પોલીસ ટીમ
Spread the love

ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ અને બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના અનવ્યે બોટાદ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને સરકારી તંત્ર સ્વતંત્ર પણે કાર્ય કરી શકે તથા કોઈ વ્યક્તિ કાયદો હાથમા ન લે તે બાબતે કડક કાર્યવાહી કરવા આપેલ સુચના બાબતે બોટાદ વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબ તથા પ્રો.ના. પો. અધિક્ષકશ્રી જે. જે. ગામીત સાહેબના માર્ગદર્શનમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર શ્રી રાજુ કરમટીયા દ્રારા તંત્રને બાનમાં લઈ કાયદાનો ખોટો ઉપયોગ કરનાર રિઢા ગુનેગાર વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત બોટાદ સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી એમ. આર. વસાવા સાહેબને મોકલતા તેઓશ્રીએ ખંડણી, મારામારી, રાયોટ જેવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ રિઢા ગુનેગાર દયાળભાઈ વાઘજીભાઈ વાજા રહે-બોટાદ સાળંગપુર રોડ ટાઢાની વાડી તા.જી.બોટાદવાળાને ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ એમ કુલ પાંચ જીલ્લાની હદમાં નહી પ્રવેશનો હુકમ કરતા આજ રોજ બોટાદ પોલીસ ટીમ દ્રારા દયાળ વાજાની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તરફથી આમ જનતાને પણ કાયદો હાથમાં નહી લેવા અને સરકારી તંત્રને માન આપી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરવામાં આવે છે.

રિપોર્ટ : ગોરાહવા ઉમેશ. બી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!