પ્રાંતિજ : પોલીસ કોન્સ્ટેબલની લાશ મળી, હત્યા કે આત્મહત્યા…??

પ્રાંતિજના સુખડ રોડ પર અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલની લાશ મળી આવી છે. આ ઘટનાને પગલે સાબરકાંઠા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ મળતા ડોગ સ્કોવડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતાં આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના સુખડ ગામ નજીક અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ ભછે. મૃતદેહના માથાના ભાગે ઈજાને લઈને હત્યાની આશંકા સેવાઈ રહી છે, હાલ તો પોલીસે અકસ્માતે થયેલા મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.હાલ તો કોન્સ્ટેબલની લાશને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવમ આવી છે. કોન્સ્ટેબલની લાશ મળતાં સુખડ ગામ સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)