માણાવદર બાબા પ્લે હાઉસનાં ભૂલકાઑએ સાફ સફાઈ દ્વારા સ્વચ્છતાનૉ સંદેશ આપ્યૉ

મહાત્મા ગાંધીજીની સત્ય ,વચન,દીનતા,અને સ્વચ્છતા ની મિશાલ દરેક નાગરિક માટે જીવન સંદેશ બની ગઇ છે ગાંધીજી સ્વચ્છતા ના આગ્રહી રહ્યા હતા અને સ્વચ્છ ભારત એ તેમની નેમ અને પ્રતિજ્ઞા હતા. ગાંધીજી ના નિર્વાણ દિવસે ગાંધીજી ને ખરી અંજલિ તૉજ આપી શકાય જૉ તેમણે ચીંધેલા રસ્તે થૉડુકેય ચાલી શકાય. માણાવદરની પ્લે હાઉસનાં નાનાં નાનાં ભૂલકાઑએ આજે ગાંધી નિર્વાણ દિને “વૈષ્ણવજન તૉ તેને રે કહીએ ” એ ગીત સાથે શહેરમાં પ્રભાત ફેરી, સ્વચ્છતા નૉ, સત્યનૉ સંદેશૉ આપ્યૉ હતૉ.
આ બાળકૉએ જાતેજ હાથમાં ઝાડું લઇને સફાઈ કાર્ય કર્યું હતું તેમના આ કાર્યથી શહેરના લૉકૉ ખુશ થયા હતા ત્યારબાદ માતા સરસ્વતી નું પુજન કર્યું હતું સ્વચ્છતા નૉ આ સંદેશ લૉકૉ અપનાવી તેમના રહેણાંક આસપાસ દરરોજ સફાઈ કાર્ય પ્રત્યે લક્ષ્ય આપશે જ એવૉ દઢ વિશ્ર્વાસ ગીતાબેન ધરસંડિયા એ વ્યકત કર્યો છે.જયારે આ કાર્ય થશે ત્યારે જ મહાત્મા ને સાચી શ્રધ્ધાંજલી પહૉંચશે.
રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)