વિર મેઘમાયાને ૮૮૨માં શહાદત દિન નીમીત્તે કોટી કોટી વંદન

વિર મેઘમાયાને ૮૮૨માં શહાદત દિન નીમીત્તે કોટી કોટી વંદન
Spread the love

આજથી આશરે ૫.૦૦૦ વર્ષ પહેલા ભારત દેશની અંદર આર્ય નામની પ્રજા આવી. જે ક્રુર, નીર્દય અને શડયંત્રકારી હતી. ભારત દેશમા આર્યોએ ધીરે પોતાના છળકપટથી અનાર્યો (જે અંહી ના મુળનિવાસી હતા) એમની શડયંત્રપુર્વક હત્યાઓ કરવાનુ ચાલુ કર્યું અને ધીરે ધીરે આખા ભારત દેશમા પોતાનુ આધીપત્ય જમાવ્યું. અને અંહીના મુળનિવાસીઓ ને ગુલામ બનાવ્યા. આ ગુલામી જેને સ્વિકારી એને ગામમાં રહેવા મળ્યુ જે આજના ઓબીસી છે. જેને આ ગુલામી ના સ્વીકારી અને આ વર્ણવ્યવસ્થાનો વિરોધ કર્યો. એ લોકો અછુત કહેવાણા. (આજ ની અનુસુચિત જાતી) અને એમને ગામની બહાર રહી સતત આર્યો સાથે સંઘર્ષો કરતા હતા. એટલે એમને ગામની અંદર પ્રવેશ ઉપર પાબંદી હતી. જે પાંચમો વર્ણ એટલે અવર્ણ કહેવાણા. આભડછેટ નો જન્મ અંહીથી થયો.

જમીન ઉપર થકવું નહીં એના માટે ગળામા કુલડી બાંધવી. જેથી કોઈ સવર્ણો નો પગ થુંક ઉપર ના પડે અને એ અભડાયના જાય. અછુતે પોતાની પાછળ જયડુ બાંધવુ જેથી એના પગલાના નીશાન ભુસાંય જાય. અછુતે દીવસ દરમિયાન ગામમા દેખાવું પણ નહીં કારણકે પડછાયાથી પણ સવર્ણો અભડાય જતા હતા. પગમા ઘંટડી કે ઘુંઘરૂ બાંધવુ જેથી કોઈ અછુત આવતો હોય. તો સ્વર્ણોને દુરથી ખબર પડી જાય. આવી ઘોર ગુલામી ભર્યુ જીવન જીવવા અછુતો ને મજબુર કરી દીધા હતા. અગીયારમી સદીમાં ગુજરાતના પાટણ શાષિત રજવાડાના ધોળકાના રનોડા ગામમા અછુત સમાજ મા એક વિર પુરૂષનો જન્મ થાય છે જેનુ નામ હતુ. “વિર મેઘમાયા” મેઘમાયા ખુબ જ બુદ્ધીશાળી અને તર્કશીલ હતા. એમને પોતાના તર્કથી ઈતિહાસને ઉજાગર કરી અછુત સમાજ ને જાગ્રત કરવાનુ કાર્ય કરતા હતા.

અછુતો મા રહેલ બદીઓ દુર કરી પોતાના છીનવાઈ ગયેલા અધિકારો મેળવવા માટે અછુતો ના ઝમીર ને જગાડવાનું કાર્ય કરતા હતા. તેમના આ કાર્ય થી અછુતો પોતાના અધિકારો માટે વિદ્રોહ કરવા માંડ્યા હતા. સંજોગોવશ પાટણમા વરસાદ ન થવાથી દુષ્કાળ ની પરીસ્થીતી સર્જાણી જેના કારણે ભારે પાણી તંગી ઉભી થઈ લોકો પાણી ના ટીપા માટે વલખાં મારવા માંડ્યા હતા. ત્યારે રાજા ને એક “વાવ” ખોદાવવાની સલાહ આપી એટલે રાજાએ તુરંતજ પાણીની ખોટને પુરી કરવા “વાવ” ખોદવાનો આદેશ કર્યો. જેવો ખાડો દસ-વિસ ફુંટ ઉંડો ખોદાણો અને રાજા ને સંદેશ આપ્યો કે આપણી વાવ મા પાણી નથી આવ્યુ.

હવે સ્વભાવિક છે કે દસ-વિસ ફુંટ ખાડો ખોદવાથી કાંઈ પાણી થોડું આવે. પછી એ રાજા ને કહ્યું કે જો આ વાવ મા પાણી લાવવુ હોય તો એક બત્રીસ લક્ષણા પુરૂષ ની બલી આપવી પડશે. રાજા એ પુંછ્યુ કે બત્રીસ લક્ષણો પુરૂષ કોણ છે. એને બોલાવો એટલે બ્રાહ્મણોએ કીધુ કે રાજા તમે પોતે બત્રીસ લક્ષણા પુરૂષ છો એટલે રાજા ની આંખો ચાર થઈ ગઈ. રાજા કહે તમે ગાંડા થઈ ગયા લાગો છો. એક રાજાએ બલી દેવાની હોય. રાજાએ તો રાજ કરવાનુ હોય. જાઓ કોઈક બીજો ગોતો. એક મેઘમાયા કરીને પુરૂષ છે. એ બત્રીસ લક્ષણો છે. એટલે રાજાએ તુરંત જ આદેશ કર્યો કે મેઘમાયા ને દરબાર મા બોલાવવા મા આવે. મેઘમાયા ને જ્યારે રાજ દરબાર નો સંદેશો મળ્યો. ત્યારે એમને ખ્યાલ આવી ગયો હતો.

મેઘમાયા એ મનમા સંકલ્પ કર્યો કે મરવાનું તો એક દિવસ બધાય ને છે. પણ મરતા મરતાય મારા સમાજ નો ઉદ્ધાર કરતૂ જવુ છે. રાજા ના દરબાર મા મેઘમાયા હાજર થાય છે. એમને બધી વાત કરવામા આવે છે. ત્યારે મેઘમાયા કહે છે. કે કોઈ વાંધો નહીં જો મારી બલી આપવાથી સમગ્ર રાજ્ય પાણી પીતુ થતું હોય તો હું ખુશી ખુશી મારા પ્રાણો ની આહુતી આપી દઈશ. પણ મારી અમુક શરતો છે. જે તમારે માન્ય રાખવી પડશે અને એને તાંબ્રપત્ર ઉપર લખવી પડશે. રાજા ને એમ કે એક અછુત માંગી-માંગીને શું માંગી લેશે. એટલે એને કીધું કે તમારી બધીજ સરતો કબુલ છે. તમારે માંગો જે માંગવુ હોય તે. મેઘમાયા એ કીધું કે મારી સમાજ ગામની બહાર રહે છે. એને ગામની અંદર વસવાટ મળે. એને અડવાથી તો લોકો અભડાય છે. પણ એના પડછાયાથી પણ લોકો અભડાય છે.

મારી સમાજ ને ઉગમણી દીશામા વસવાટ મળે જેથી સુર્યનુ પહેલું કીરણ મારી સમાજ ઉપર પડે અને પછી ગામ ઉપર પડછાયો પડે. મારી સમાજ ના લોકોના ગળા માંથી કુહડી, પાછળથી ઝાડુ, પગમાથી ઘુંઘરૂ દુર કરવામા આવે અને એને માનવ તરીકેના અધીકારો આપી સન્માન પુર્વક જીવન જીવવા દેવામાં આવે. મેઘમાયાની બધીજ શરતો તાંબ્રપત્ર પર લખવામાં આવી. અને ત્યારબાદ વાવ મા મેઘમાયા બલી આપવામા આવી. વાવને ઉંડી ખોદવમા આવી અને પછી એમા પાણી આવ્યું. આવા વિર પુરૂષ નો જેટલો પાડ માનીએ એટલો ઓછો, એમના રૂણને ચુકવીતો નહીં શકીએ પણ એમના સાચા ઈતિહાસને લોકો સુધી પહોંચાડી એમના બલીદાન ને ઉજાગર જરૂર કરીએ. આજે વિર મેઘમાયાના ૮૮૨ મા શહાદત દીન નીમીત્તે કોટી કોટી વંદન.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!