શ્રી સંઘવી ધારશી રવાભાઇ સ્થા. જૈન સંઘ – લીંબડીના આંગણે દીક્ષા મહોત્સવ

મુળ જામનગર જીલ્લાનાં લાલપુરના વતની અને હાલ રાજકોટ રહેતા શ્રી ભુપેન્દ્રભાઇ નટવરલાલ આશરા ૬૧ વર્ષની વયે પૂ . રામ ઉતમકુમારજી મ. સા (આનંદ)ના હસ્તે દીક્ષા અંગીકાર કરવામાં આવેલ. લીંબડીની સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કેશવ – રામવાટીકામાં આયોજીત દીક્ષા મહોત્સવ સ્થળે લીંબડી ગોપાલ સંપ્રદાયના ભોળીયાનાથ ભગવાન રામગુરૂદેવશ્રીના સુશિષ્ય પૂ . રામઉતમકુમારજી મ. સા. (આનંદ) મુમુક્ષુ ભુપેન્દ્રભાઇ આશરાને દીક્ષા પ્રદાન કરાવેલ. ગઇકાલે શુકવારે તેમની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સ્વામીવાત્સલ્ય સંઘ જમણ યોજાયુ હતુ.
આજે દીક્ષાદિને પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દીક્ષા મહોત્સવના મુખ્ય દાતા તરીકે પાલનપુર નિવાસી નયનાબેન સમીરભાઇ રસીકલાલ મહેતા સહ પરિવાર ( હાલ મુંબઇ ) દીક્ષાદિન નવકારશી સ્વામી વાત્સલ્ય સંઘ જમણના દાતા ભગવતીભાઇ બી. લોઢાજી (મુંબઇ) તથા સહાયક દાતાઓ આ પ્રસંગે ઉજળો બનાવ્યો હતો. હજારોની સંખિયામાં લોકો પ્રસાદ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા લીંબડી ગોપાલ સંપ્રદાયનાં પ્રમુખ સુરેશભાઇ કે. તુરખીયા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)