અમદાવાદને દેશનું નંબર વન શહેર બનાવવા ફક્ત પાંચ મિનિટનો સમય આપવા AMCની અપીલ

અમદાવાદને દેશનું નંબર વન શહેર બનાવવા ફક્ત પાંચ મિનિટનો સમય આપવા AMCની અપીલ
Spread the love

અમદાવાદઃ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (Ministry of Housing and Urban Affairs) ભારત સરકાર (Government of India) દ્વારા ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ 2019 એસેસમેન્ટ માટે માળખુ તૈયાર કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂદા જૂદા શહેરો માટે જરૂરિયાત મુજબ અને પરિણામ આધારિત આયોજન અને શહેરી વિકાસ તરફ આગળ વધવામાં મદદરુપ થાય તે મુજબની વાર્ષિક પ્રક્રિયા તરીકે નક્કી કરવામા આવ્યા છે.

એએમસી ડેપ્યુટી કમિશનર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સીઇઓ નિતીન સંગવાન જણાવ્યુ હતું કે આ સર્વેક્ષણનો ઉદેશ નાગરિકોને તેમનું શહેર રહેવા માટે કેટલુ અનુકુળ લાગે છે. અને સુવિધાઓની ઉપલબ્ધતા તેમના જીવન ધોરણને કઇ રીતે અસર કરે છે. તે નિર્ધારિત કરવાનો છે.ત્યારે અમદાવાદ સ્માર્ટ સિટીને (Ahemdadabad smart city) તા 24-01-2020ના રોજ MOHUA દ્વારા Performer in implementation of smart city mission among Round – 1ના એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

અમદાવાદના નાગરિકોને ઉચ્ચતમ ગુણવત્તાની સેવાઓ પુરી પાડવા એએમસી અને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવેલપમેન્ટ હંમેશા કટિબદ્ધ છે. આ સર્વેક્ષણ દ્વારા અમદાવાદ કોર્પોરેશન તેની હયાત સેવાઓના સ્તર અંગે પ્રતિસાદ મળશે. જે નાગરિકોને વધુ સારી સેવાઓ પુરી પાડવાના આયોજનમાં મદદ રૂપ થશે.

નાગરિકો આ સર્વેક્ષણમાં કેવી રીતે ભાગ લઇ શકશે ?

વેબસાઇટ : – eol2019.org/citizenfeedback અને Qr code મારફતે આ બન્ને પદ્ધતિઓથી સરળ રીતે જવાબ આપી શકાય તેવા 24 પ્રશ્નો ધરાવતા વેબપેજ પર રિડાયરેક્ટર કરશે જ્યા નાગરિકો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો રહેશે. જવાબો સબમિટી કરવાના રહેશે. આ જવાબો આપવા પાંચ મિનિટથી પણ ઓછો સમય લાગશે. એએમસીને આશા છે, કે નાગરિકો પાંચ મિનિટી ફાળવશે અને સમગ્ર દેશમાં અમદાવાદ શહેરને નંબર – 1 બનાવવા મદદ કરશે.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!