ભારતીય તટરક્ષકના જવાનોએ ૪૩માં તટરક્ષક દિવસની ઉજવણી કરી

ભારતીય તટરક્ષકના જવાનોએ  ૪૩માં તટરક્ષક દિવસની ઉજવણી કરી
Spread the love

રાજુલા માં ભારતીય તટ રક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં 108 ઇમરજન્સી સેવાના અધિકારીગણ તેમજ સ્ટાફે કોસ્ટગાર્ડના જવાનોને પુષ્પ ગુચ્છ આપી મોઢું મીઠું કરાવ્યું. ૪૩મા ભારતીય કોષ્ટગાર્ડ દિનની ઉજવણી રાજુલા ખાતે 108ના કર્મીઓ અધિકારી ઓ દ્વારા કરવામાં આવેલ. ભારતીય સમુદ્ર વિશાળ છે અને ગુજરાત નો કુલ ૧૬૦૦ કિમિ લાંબો દરિયો છે જે દરિયામાં દિવસ રાત્રી સતત પેટ્રોલિંગ કરી દિવસ રાત્રી દરિયા માં જ રહી દુશમનોથી ગુજરાતની ભારતની રક્ષા આ જવાનો કરી રહ્યા છે ત્યારે આ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં 108 ના જિલ્લા અધિકારી અમનતાઅલી નકવી અને તેમની સમગ્ર 108 ઇમરજન્સી સેવાની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી.

કોસ્ટ ગાર્ડના અધિકારી ઓફિસર ચન્દ્રજીત સિંગને અને તેમના સ્ટાફને પુષ્પ ગુચ્છ અર્પિત કરી તેમના અધિકારીઓ તેમજ ગાર્ડનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.
૪૩ માં વષઁ કોસ્ટગાર્ડ દિવસની આજરોજ રાજુલા પીપાવાવ ખાતે ઉજવણી કરવામાં આવતા સ્થાનિક લોકોએ પણ કોસ્ટગાર્ડને અને 108ના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. હરહમેશ દિવસ રાત્રી ઇમરજન્સી લોકોની મદદ અને જીવન રક્ષક બની રહેલી 108ની ટીમને અને કોસ્ટગાર્ડના તમામ અધિકારીઓ અને કર્મીઓને સ્થાનિક રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવાયા હતા અને 108 અને કોસ્ટગાર્ડના તમામ અધિકારીઓ અને કર્મીઓની ઇમરજન્સી સેવાની કામગીરીની સરાહના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પોગ્રામ મેનેજર ચેતન ગાધેની આગેવાની નીચે કરવામાં આવેલ.

યોગેશ કાનાબાર (રાજુલા)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!