અમદાવાદની એમફાર્મ યુવતીનો લગ્નવાંચ્છુકો માટે આંખ ઉઘાડતો કિસ્સો….

અમદાવાદની એમફાર્મ યુવતીનો લગ્નવાંચ્છુકો માટે આંખ ઉઘાડતો કિસ્સો….
Spread the love

લગ્ન કરવાની ઘેલછામાં અનેક લોકો છેતરાતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં ઉચ્ચ અભ્યાસ અને ખાનગી કંપનીમાં પ્રતિષ્ટીત પદ ધરાવતી યુવતી સાથે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. લગ્ન કરવાના બહાના હેઠળ યુવતી પાસેથી લાખ્ખો રૂપિયા સેરવી લીધા હતા. લગ્ન વાંચ્છુક યુવક યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો શહેરના સાયબર ક્રાઇમ (cyber crime) પોલીસ સ્ટેશનમાં (Police station) નોંધાયો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ જીવનસાથી ડોટ કોમ (jivansathi.com) પર લગ્ન માટે પોતાની પ્રોફાઇલ બનાવી હતી. જુલાઇ 2019માં તેમના વોટ્સઅપ નંબર પર એક મેસેજ આવ્યો હતો. જે મેસેજ કરનાર યુવકએ પોતાનું નામ ડો. હીમેશ પરીખ તરીકે આપી હતી. અને પોતે રાજકોટનો વતની છું.

હાલમાં કેન્યા ખાતે યુએન મીલીટરી બેઝ ખાતે ડોક્ટર તરીકે પોતાનું પોસ્ટીગ છે. ત્યારબાદ બંન્ને વચ્ચે વાતચીત થતી હતી. જો કે 22મી જુલાઇ બાદ બંન્ને વચ્ચે કોઇ વાતચીત બંધ થઇ ગઇ હતી અને 29મી સપ્ટેમ્બરએ ફરીથી હીમેશ પરીખનો મેસેજ ફરિયાદી યુવતી પર આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેમનો કેમ્પ સાઉદી અરેબીયા ખાતે યુએનમીશનના કામ અર્થે ગયેલો હતો. જ્યાં તેમના કેમ્પ પર હુમલો થયો હતો. જેથી તેમનો મોબાઇલ બંધ કરાવી દેતા તે ફરિયાદી યુવતી સાથે વાતચીત કરી શકેલ નહી. ત્યારબાદ બંન્ને વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઇ હતી. અને આ યુવકએ ફરિયાદી યુવતીને પોતે ભારત આવે ત્યારે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી.

ડિસેમ્બર મહિનાના અંતમાં આ યુવકે યુવતીને કહ્યું હતું કે સાઉદી અરેબિયામાં તેમના કેમ્પ પર જે હુમલો થયો હતો તેમાં કેટલાક લોકોએ મૃત્યુ પામ્યા હતાં જેમને યુએન દ્વારા કમ્નસેશન આપવામાં આવ્યું હતું. જોકે તેઓ પણ ત્યાં હાજર હતાં એટલે તે પણ યુએન ગર્વમેન્ટ સામે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આ પ્રોટેસ્ટમાં તેમની જીત થતાં તેમને 2400 ડોલર મળવાના છે. જેમાં બેનીફીસીયરી તરીકે ફરિયાદી યુવતી તેની ફીયાંન્સી હોવાથી તેનું નામ લખ્યું છે. જેથી આ ડોલરનો કેશીયર ચેક, એક ઘડિયાળ તથા ગ્રીટીંગ કાર્ડનું પાર્સલ તેણે ઇન્ડિયા મોકલી આપેલું છે. જેનો ત્યાંના તમામ ચાર્જ તેણે ચુકવી દીધા છે. પરંતુ ઇન્ડિયાના ચાર્જ ફરિયાદી યુવતીએ ચુકવવા પડશે.

આ દરમિયાન 3જી જાન્યુઆરીએ જેમ્સ ગ્રે ગ્લોબલ સીક્યુરીટીના કુરીયર એજન્ટનો ફરિયાદી યુવતી પર ફોન આવ્યો હતો. અને તેમનું પાર્સલ દીલ્હી એરપોર્ટ પર આવી ગયેલ છે. પરંતુ પાર્સલ હાઇપ્રોફાઇલ હોવાથી તેમણે ચાર્જ વધુ ચુકવવો પડશે તેમ કહીને ટુકડે ટુકડે ફરિયાદી યુવતીને યેન કેન પ્રકારે વિશ્વાસમાં લઇને રૂપીયા 17 લાખ 28 હજાર પડાવી લીધા હતાં. જો કે ફરિયાદી યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં જ તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.  ઉલ્લેખનીય છે કે, એમફાર્મનો અભ્યાસ કરેલો છે અને તે ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!