સસરાએ પુત્રવધૂને કહ્યું : ‘બાળક ન થતાં હોય તો મારી સાથે સંબંધ રાખ’..!

અમદાવાદ
અમદાવાદ ના સાબરમતી વિસ્તારમાં સસરાએ પુત્રવધૂ પર દાનત બગાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સસરાએ પુત્રવધૂ પર શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને તેમાં યુવતીનો પતિ અને સાસુ પણ સહકાર આપતા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ‘પતિથી બાળકો ન થતા હોય તો મારી સાથે સંબંધ રાખ’ તેમ કહી સસરાએ પુત્રવધૂને ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, વર્ષો સુધી સસરાએ પુત્રવધૂ પાસે અઘટીત માગણી ચાલુ રાખતા અંતે કંટાળેલી યુવતી પોતાના બાળકો સાથે માતાના ત્યાં રહેવા જતી રહી હતી. આ ઘટના અંગે યુવતીએ સાબરમતી પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સાબરમતી ખાતે રહેતી ફાલ્ગુની (નામ બદલ્યું છે) ઘરકામ કરે છે. ફાલ્ગુનીના લગ્ન ૨૦૦૫માં સમાજના રીતરિવાજ મુજબ ઘાટલોડિયા ખાતે રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ ફાલ્ગુની પતિ તથા સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્ન બાદ પતિથી બાળકો ન થતા હોય તો તેના સસરા અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધવાનું દબાણ કરતાં હતાં.
સસરાની અઘટિત માગણીમાં તેના પતિ અને સાસુ પણ સાથ આપતા હતા! જોકે, ફાલ્ગુની એ બે દીકરાને જન્મ આપતા થોડા સમય સુધી તેમનું લગ્નજીવન યોગ્ય રીતે ચાલ્યું હતું. આ દરમિયાન થોડો સમય વીત્યા બાદ તેમના સસરા ફરી ફાલ્ગુની પાસે અઘટીત માગણી કરીને હેરાન કરવા લાગ્યા હતાં. અંકિતાની સાસુ ઘરે હાજર ન હોય ત્યારે તેઓ ગાળો બોલી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. જેના પગલે ઘણી વાર ફાલ્ગુની પોતાના બાળકોને લઈને પોતાની માતાના ઘરે જતી રહેતી હતી. જોકે, તેના સસરા ત્યાં આવી દહેજમાં કંઈ આપ્યું ન હોવાથી બાળકો લઈને છૂટાછેડા આપશે તેવી ધમકી પણ આપીને દહેજની પણ માંગણી કરતાં હતાં. ૨૦૧૪માં ફાલ્ગુનીની સાસુ અમેરિકા ગયા ત્યારે તેના સસરાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને અંકિતાના પતિ પણ તેમાં સાથ આપતા ફાલ્ગુની એ દવા પી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ફાલ્ગુનીના સાસુ અમેરિકાથી પરત આવ્યા બાદ બાળકો ન થાય તે માટે બળજબરીથી ઓપરેશન કરાવ્યું હતું. અંતે કંટાળેલી ફાલ્ગુની બાળકો સાથે પોતાની માતાના ઘરે રહેવા આવી ગઈ હતી. આ અંગે તેણે સાબરમતી પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)